આજકાલ ભારતીયોને વિદેશમાં જવાનું વળગણ છે. ત્યારે અવારનવાર વિદેશમાંથી ભારતીયો કે ગુજરાતીઓના મોતના સમાચાર આવતા રહે છે. ત્યારે હાલ અમેરિકાથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યાના સમાચાર સામે આવ્યા છે.. અમેરિકાના ઓકલાહો શહેરમાં હત્યાની ઘટના બની છે. તમને જણાવી દઇએ કે ગુજરાતના નવસારીના બિલીમોરાના હેમંત મિસ્ત્રીની હત્યા કરાઈ છે. કચરો ઉઠાવવા જેવી નજીબી બાબતમાં હેમંત મિસ્ત્રીની હત્યા કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વધુ એક ગુજરાતીની વિદેશમાં હત્યાની ઘટના સામે આવી છે. નવસારીના બિલીમોરાના હેમંત મિસ્ત્રીની એક નજીવી બાબતમાં હત્યા કરવામાં આવી છે. હેમંત મિસ્ત્રીએ કચરો ઉઠાવવા જણાવ્યું હતું. જેમાં વિદેશી વ્યક્તિએ હેમંત મિસ્ત્રીને મુક્કો માર્યો હતો અને તેઓ નીચે પટકાયા હતા. નીચે પડતાની સાથે બેભાન થયા બાદ મોત થયું હતું. જોકે આ મામલે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરી છે.
ઉલ્લેખનીય છે કે જે બાદ તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા, પણ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. સ્થાનિક પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી રિચર્ડ લેવિસની ધરપકડ કરી છે. હેમંત મિસ્ત્રી તેઓ આ શહેરમાં પોતાની મોટલ ધરાવે છે. કચરો ઉઠાવવાની નજીવી બાબતે રિચર્ડ લેવિસ નામના વ્યક્તિએ મોટલ માલિક હેમંત મિસ્ત્રીને જોરદાર મુક્કો માર્યો હતો. રિચર્ડના પંચથી મોટેલ માલિક હેમંત જમીન પર પટકાતા બેભાન થયા હતા.