આજે રાજ્યસભા સદનના નેતા જે.પી નડ્ડાને બનાવવામાં આવ્યા છે. 18મી લોકસભાના પ્રથમ સંસદ સત્રમાં સોમવારે સાંસદોએ શપથ લીધા હતા. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને રાજ્યસભામાં નેતા બનાવવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર જેપી નડ્ડાને રાજ્યસભા સદનના નેતા બનાવવામાં આવ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાને રાજ્યસભામાં ગૃહના નેતા બનાવવામાં આવ્યા છે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નડ્ડાએ રાજ્યસભામાં પિયુષ ગોયલનું સ્થાન લીધું છે. નોંધનીય છે કે રાજ્યસભાની વેબસાઈટ ઉપર નડ્ડાના નામની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રીની સાથે રાજ્યસભા સદનના નેતાની પણ જવાબદારી સોંપવામાં આવી છે.

ઉલ્લેખનીય થે કે જે પી નડ્ડા પહેલા પીયૂષ ગોયલ રાજ્યસભામાં ગૃહના નેતા હતા. પરંતુ હવે પીયૂષ ગોયલ લોકસભાના સાંસદ છે. જ્યારે જે પી નડ્ડા ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ છે.