ગુજરાતમાં આજે વહેલી સવારે સાત તાલુકાઓમાં વરસાદ ખાબક્તા લોકોને ગરમી અને બફારાથી રાહત મળી હતી. વાપી તાલુકામાં સૌથી વધુ પોણા બે ઈંચ વરસાદ નોંધાયો હતો. વલસાડ શહેરમાં દોઢ ઈંચ, કપરાડા તાલુકામાં અડધો ઈંચ અને પારડી તાલુકામાં પણ અડધો ઈંચ વરસાદ થયો હતો. આ ઉપરાંત ધરમપુર, ચોરાસી અને વઘઈમાં પણ વરસાદ પડ્યો છે.તેમજ હવામાન વિભાગની આગાહી મુજબ, આજે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરત અને નવસારીમાં વરસાડ પડી શકે છે. 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય શકે છે.

વલસાડ જિલ્લામાં આજે વહેલી સવારથી ભારે વરસાદ શરૂ થયો છે. સવારે દસ વાગ્યા સુધીમાં વાપી તાલુકામાં સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. વલસાડ શહેરમાં 1.5 ઇંચ, કપરાડા અને પારડી તાલુકામાં 0.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. ઉમરગામમાં પણ ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે. તેમજ વરસાદના કારણે ઉમરગામના સ્ટેશન રોડ વિસ્તારમાં પાણી ભરાય ગયા હતા જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તાઓ પર પાણી ભરાયું હોવાથી વાહન ચાલકો અને રાહદારીઓને ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે એનડીઆરએફની ટીમ પહોંચી હતી. ટીમ દ્વારા જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવામાં આવશે અને ત્યાંની પરિસ્થિતિનો જાણવામાં આવશે.

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.