અમદાવાદ : ગુજરાતના મંત્રી ભીખુસિંહ પરમારની વહેલી સવારે અચાનક તબિયત લથડી હતી. ભીખુ સિંહની ગાંધીનગરના નિવાસ સ્થાને અચાનક બ્લડ પ્રેશર વધતા ગભરામણ અનુભવાતી હતી. તેમની તબિયત લથડતા તાત્કાલિક અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર સવારે ભીખુ સિંહ પોતાના ઘરમાં ચા-નાસ્તો કરી રહ્યા હતા ત્યારે અચાનક તેમનું બ્લડ પ્રેશર વધી ગયું હતું. તેમજ માથામાં દુખાવો ઉપડ્યો હતો. તેથી તેઓને યુએન મહેતામાં ચેકઅપ માટે લઈ જવાયા હતા.
ઉલ્લેખનીય છે કે, સવારે ગુજરાત રાજ્યના મંત્રી ભીખુસિંહ પરમારની તબિયત લથડી લથડી હતી. છાતીમાં ગભરામણ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. મંત્રી ભીખુસિંહ પરમાર હાલ સારવાર હેઠળ છે. અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મંત્રી ભીખુસિંહ પરમારની તબિયત સ્થિર હોવાની માહિતી મળી છે.
તમને જણાવી દઇએ કે રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિહ પરમાર પાંચ વાર વિધાનસભાની ચૂંટણી લડ્યાં હતાં. વર્ષ 1995માં પ્રથમવાર મોડાસા સીટ પરથી ચૂંટણી લડ્યાં હતાં. 2002માં તેઓ અપક્ષ તરીકે વિધાનસભાની ચૂંટણી લડ્યાં હતાં.