રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે દાહોદ, છોટાઉદેપુર, સુરતમાં વરસાદની આગાહી છે. તો ડાંગ, નવસારી, તાપીમાં પણ વરસાદની હવામાનની આગાહી છે. દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદ આવશે. આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ આવશે. આ વચ્ચે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી કરતા જણાવ્યું કે, આજથી રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે.

ગઈકાલ રાતથી જ વરસાદની અસર શરુ થઈ ગઈ છે. 17 થી 28 જૂન સુધી રાજ્યમાં વરસાદ રહેશે. આદ્રા નક્ષત્રનો વરસાદ ખેડૂતો માટે સારો ગણાય છે. આજે ભીમ અગિયારસ હોવાથી ગુજરાતના ખેડૂતો મુહૂર્તમાં વાવણી કરશે. વધુમાં હવામાન વિભાગે જણાવ્યું કે, હાલ ગુજરાતનું ચોમાસું નવસારી સુધી જ પહોંચ્યું છે. હાલ ચોમાસુ આગળ વધારવા માટેની સિસ્ટમ નબળી પડી ગઈ છે. તેથી ચોમાસું નવસારી સુધી જ પહોંચ્યું અને આગળ વધ્યું નથી. ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આગામી સાત દિવસ જુદા જુદા જિલ્લાઓમાં વરસાદની આગાહી છે.

18 જૂને ક્યાં ક્યાં વરસાદની આગાહી
ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ

19 જૂને ક્યા ક્યાં વરસાદની આગાહી
પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ

ઉલ્લેખનીય છે કે ગઇકાલે અમદાવાદમાં બફારા જેવી પરિસ્થિતિ હતી જોકે, વરસાદ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર છે. તેમણે કહ્યું કે, અગામી 48 કલાકમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ જશે. 17 થી 22 જુનમાં રાજ્યમાં સારા વરસાદની આગાહી છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.