હવામાન વિભાગની વરસાદની આગાહી બાદ અનેક વિસ્તારમાં વરસાદનું આગમન થયું હતપં. જ્યારે, દ્વારકામાં મેઘરાજાએ રાજ્યમાં કડાકાભડાકા સાથે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. દેવભૂમી દ્વારકામાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું. ખંભાળીયામાં 4 કલાકમાં સાડા સાત ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. તો ભાણવડમાં 2 ઇંચ વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી અનુસાર દ્વારકાના ખંભાળિયામાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ખંભાળિયાના અનેક વિસ્તોરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. તો જોધપુર ગેટ, સ્ટેશન રોડ, બેઠક રોડ સહિતના વિસ્તારોમાં નદીઓ વહેતી થઇ છે. ભારે વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી છે. ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયો છે. વિજલપર, કેશોદ, ઠાકર શેરડી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે.
ઉલ્લેખનીય છે કે, કાળઝાળ ગરમી બાદ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી. જે બાદ રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. આ સિવાય બીજી તરફ પોરબંદરમાં પણ 2 કલાકમાં પોણા ત્રણ ઇંચ વરસાદ વરસતા સર્વત્ર પાણી પાણી જોવા મળ્યું. જૂનાગઢમાં પણ મેઘરાજાએ જમાવટ કરી છે. તો વલસાડ સહિત ડાંગ પંથકમાં સતત વરસાદી માહોલ જામ્યો છે.