પાવાગઢને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. પાવાગઢમાં જૈન ભગવાનની પ્રતિમાઓ ખંડિત થતા વિવાદ થયો છે. પાવાગઢમાં મહાકાળી માતાના મંદિર પાસે આવેલા જૂના પગથિયા પાસે રાખેલી જૈન તિર્થંકરોની પ્રાચીન પ્રતિમાઓ હટાવવામાં આવતા જૈન સમાજમાં રોષ છે. ન માત્ર ગુજરાતના જ, પરંતુ બહાર વસતા જૈન સમાજના લોકો આ ઘટનાથી ભારે આક્રોશમાં છે.

મળતી માહિતી અનુસાર પાવાગઢમાં જૈન ભગવાનની પ્રતિમાઓ ખંડિત થતા જૈન સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. જૈન તિર્થંકરોની પ્રતિમાને ફરીથી ત્યાં જ સ્થાપિત કરવા માંગ કરવામાં આવી છે. પાવાગઢ મંદિર ટ્રસ્ટ સામે જૈન સમાજે આક્રોશ વ્યક્ત કર્યો. પાવાગઢ પોલીસ સ્ટેશનમાં જૈન અગ્રણીઓએ મૂર્તિઓ પુનઃ સ્થાપિત કરવા રજૂઆત કરી છે. એટલું જ નહીં સુરતમાં રાત્રે કલેક્ટર કચેરી સામે વિરોધ નોંધાવામાં આવ્યો છે. જૈન સમાજના મહારાજ સાહેબે તપાસ કરી કાર્યવાહીની માંગ કરી છે.

જોકે, સુરતમાં એટલું જ નહીં રાત્રે જ કલેક્ટર કચેરીએ અધિકારીને આવેદન અપાયું છે અને આખી રાતે કલેક્ટર કચેરીની બહાર બેસી જૈન સમાજે વિરોધ નોંધાવ્યો.પાવાગઢ ડુંગર પર સ્થિત મહાકાળી માતા મંદિરનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. જેના માટે થઈને મંદિરનું કામ કરવામાં આવતા પાવાગઢ ડુંગર ઉપર મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા જૈન તીર્થંકરોની પ્રતિમાઓની આડેધડ તોડફોડ કરી નાખવામાં આવી છે.