આગામી પાંચ દિવસ હળવાથી સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જેને લઇને સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણમાં વરસાદ પડી શકે છે. આ વચ્ચે પોરબંદરના દરિયામાં કરંટ જોવા મળ્યો છે. દરિયામાં કરંટ હોવા છતાં લોકો જીવના જોખમે મોજ કરતા જોવા મળ્યા છે. તો માછીમારોને દરિયો ન ખેડવા તંત્રએ સૂચના આપી છે. નોંધનીય છે ભારે વરસાદની આગાહી વચ્ચે કોસગાર્ડ નેવી અને એજન્સીઓ એલર્ટ મોડ પર છે.
મળતી માહિતી અનુસાર સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરશે તેવો અનુમાન છે. હવામાન વિભાગની આગાહી દરમિયાન આજે સૌરાષ્ટ્રના ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે. આજે પંચમહાલ,દાહોદ,વડોદરામાં પણ વરસાદ પડી શકે છે. આજે છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ,સંઘ પ્રદેશ દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદનો અનુમાન છે. આ વચ્ચે હવે પોરબંદરના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. તો તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગની વરસાદની આગાહી દરમિયાન પોરબંદરમાં મૂશળધાર વરસાદ વરસ્યો છે. અહીં ભારે વરસાદના કારણે શહેર અને ગ્રામ્ય વિસ્તારો જળમગ્ન થયા છે. પોરબંદરમાં પહેલા વરસાદે જ પાલિકની પ્રિમોનસૂન પ્લાનની પોલ ખોલી દીધી છે.અહીં છાયા ચોકી રસ્તા પર ગોઠણસમા પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારો બોખીરા, કમલાબાગ, નરસંગ ટેકરીમાં વરસાદના કારણે રસ્તા જળમગ્ન બન્યા