વરસાદની આગાહી: ધીમે ધીમે ચોમાસું તેનું જોર પકડી રહ્યું છે. બફાળા બાદ ફરી એક વખત વાતાવરણમાં ઠંડક પ્રસરી શકે છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસથી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે. આ વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાતમાં 4 દિવસ વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવમાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ વર્ષે સારા વરસાદની આગાહી છે. 17થી 22 જૂન સુધી રાજ્યમાં સારા વરસાદની આગાહી છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ આવશે.

મળતી માહિતી અનુસાર આગામી 4 દિવસ સમાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. આ 4 દિવસ બાદ ચોમાસુ સક્રિય થવાના સંકેત છે. આગામી 48 કલાકમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ જશે. અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરતા જણાવ્યું છે કે 16મી જૂને પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ વિસ્તારમાં વરસાદ પડશે.

અંબાલાલ પટેલે 17 જૂને ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર વિસ્તારમાં આગાહી કરી છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી કરતા જણાવ્યું છે કે, રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર છે. તેમણે કહ્યું કે, અગામી 48 કલાકમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ જશે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે. અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, લાઠી, બાબરા, અમરેલી, જૂનાગઢમાં વરસાદની આગાહી છે.