વરસાદની આગાહી: છેલ્લા કેટલાક દિવસથી વરસાદને લઇને આગાહી કરવામાં આવી રહી છે આ વચ્ચે આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે. કેટલાક જિલ્લામાં ભારે વરસાદ પણ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાતના અમુક જિલ્લામાં વરસાદ પડી શકે છે.
નોંધનીય છે કે રાજ્યમાં કાડાકા સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં વી છે. આજે દાહોદ, છોટાઉદેપુર, ડાંગમાં વરસાદની આગાહી છો. તો સાજે આજે નવસારી,વલસાડ, દમણ, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજ ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે સાયક્લોનિક સરક્યુલેશન દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં સક્રિય બન્યું છે. હવામાન વિભાગે કહ્યું છે કે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. પવનની ગતિ 40 કિમી પ્રતિકલાકની રહી શકે છે. અમદાવાદ, સુરેન્દ્રનગર અને ભાવનગર મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ, ડાંગ, નર્મદા, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.