તમે તમારા દીકરા કે દીકરીને વિદેશ ભણવા મોકલવા માંગતા હોય તો 100 વાર વિચાર કરજો. નહિ તો તમારા રૂપિયા અને કિંમતી સમય બંને બરબાદ થઈ શકે છે. આવું જ કંઈક સુરતના કામરેજમાં બન્યું છે. પિતાએ પોતાના દીકરાને સ્કિલ ડેવલોપમેન્ટ માટે યુ. કે ભણવા મોકલવા માંગતા હતા. માટે તેમને વેલજા સ્થિત વિઝા એજન્ટના સંપર્ક કર્યો હતો. જ્યાં તેમની પાસેથી ડોક્યુમેન્ટ લઇ દસ લાખથી વધુ રૂપિયા પડાવી લીધા હતા. જેને લઈને વિઝા એજન્ટ સામે કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ફફડાટ મચી ગઈ છે. કેમકે આ વિઝા એજન્ટે અનેક લોકો સાથે વિદેશ મોકલવાના નામે છેતરપિંડી કર્યાની ચર્ચા ચાલી રહી છે.

બનાવની વિગતો જોઈએ તો, ફરિયાદી પારસકુમાર ઠાકરે 12 જૂને ફરિયાદ નોંધાવી છે. કે તેમના દીકરા મિત કુમાર પારશ ઠાકર સ્કિલ ડેવલોપમેન્ટનું ભણવા યુ. કે જવાનાં હોય ત્યારે વેલંજા સ્થિત MTC કોમ્પ્લેક્સમાં ઓફિસ ધરાવતા પિન્ટુ પ્રવીણ મજેઠીયાએ ફરિયાદીનો સંપર્ક સાધી તમામ ડોક્યુમેન્ટ લીધા હતા. ફરિયાદીને વિશ્વાસમાં લઇ બાંહેધરી આપી હતી અને 105 દિવસમાં વિઝાની પ્રોસેસ પુરી કરી આપવાનું કહી ફરિયાદી પાસેથી ટુકડે ટુકડે, બેંક ટ્રાન્જેક્શસન અને રોકડ મળી 10 લાખ, 53 હજાર 830 રૂપિયા ખંખેરી લીધા હતા.

સમયસર વિઝા નહીં આવતા ફરિયાદી એ આરોપીની કામરેજના વેલંજા સ્થિત MTC કોમ્પ્લેક્સનો સંપર્ક કરતા વિઝા એજન્ટ પિન્ટુએ યોગ્ય જવાબ આપાય ન હતા. ઉલટાનું પિન્ટુ મજેઠીયાએ ફરિયાદીને જ ધમકાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આથી ભોગ બનનાર પારસ ઠાકરે કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

આરોપીએ અનેક લોકો સાથે છેતરીપિંડી કરી હોવાનું કામરેજ પંથકમાં ચર્ચાઈ રહ્યું છે. જો કોઈ વિઝા એજન્ટ પાસે પેસા પરત માંગે તો વિઝા એજન્ટ ઈગ્લેન્ડ ખાતે હેફોર્ડ સ્કેર કંપનીનું સર્ટીફિકેટ અને સ્પોન્સરશિપ લેટર આપતો પરંતુ નિયત સમયે વિઝા નહીં આવતા ફરિયાદીને શંકા જાય અને પેસા પરત માંગે તો ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે એમ ધમકી આપતો આવું જ પારસ ઠાકર સાથે બનતા અંતે પારસ ઠાકરે કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા આરોપી પિન્ટુની અટકાયત કરવામાં આવી છે અને વધુ તપાસ કામરેજ પોલીસ કરી રહી છે.