જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા એક સપ્તાહથી આતંકી હુમલાની સંખ્યામાં વધારો થયો છે. વૈષ્ણોદેવી પાસે તીર્થયાત્રીઓથી ભરેલી બસ પર હુમલો થયો, ત્યારબાદ વધુ ત્રણ હુમલાઓ થયા. આ આતંકી હુમલા બાદ PM નરેન્દ્ર મોદીએ સ્થિતિની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક પણ કરી હતી. આ દરમિયાન હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ યોગ દિવસ એટલે કે 21 જૂનના રોજ શ્રીનગરના દાલ તળાવના કિનારે આયોજિત કાર્યક્રમમાં PM મોદી ભાગ લેશે. PM મોદી તરીકે ત્રીજા કાર્યકાળની શરૂઆત કર્યા બાદ નરેન્દ્ર મોદીની આ પ્રથમ કાશ્મીર મુલાકાત હશે. નોંધનીય છે કે, PM મોદીની મુલાકાત અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી પણ સૂત્રોનું માનીએ તો PM મોદી યોગ દિવસની ઉજવણી શ્રીનગરમાં કરશે.
શ્રીનગરના દાલ તળાવના કિનારે યોગ દિવસના કાર્યક્રમની તૈયારીઓ શરૂ થઈ ગઈ હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે. અધિકારીઓ સુરક્ષા વ્યવસ્થાથી માંડીને કાર્યક્રમના આયોજનમાં વ્યસ્ત છે. PM મોદી દાલ સરોવર પાસે બનેલા ઈન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરમાં આયોજિત કાર્યક્રમના મુખ્ય અતિથિ હશે. એક અધિકારીએ કહ્યું કે, PM મોદી 20 જૂનની સાંજે જ શ્રીનગર પહોંચશે. આ પછી તેઓ 21મી એ સવારે યોગ દિવસના કાર્યક્રમમાં ભાગ લેશે.
અમે સેંકડો લોકો તેમાં ભાગ લેવાની અપેક્ષા રાખીએ છીએ. PM મોદી ની હાજરીને કારણે આ એક હાઈપ્રોફાઈલ ઈવેન્ટ છે, જેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ અઠવાડિયે SPGની ટીમ શ્રીનગર પહોંચશે અને વિસ્તારની સુરક્ષા વ્યવસ્થાની તપાસ કરવામાં આવશે. LG મનોજ સિન્હાએ પ્રશાસનને સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત રાખવાનો આદેશ આપ્યો છે. જમ્મુ-કાશ્મીરના કેટલાક મોટા ખેલાડીઓ અને એથ્લેટ્સ પણ આ ઈવેન્ટમાં ભાગ લઈ શકે છે. ભાજપ પણ આ કાર્યક્રમની તૈયારીઓમાં વ્યસ્ત છે. ભાજપના એક નેતાએ કહ્યું કે, અમારા માટે ગર્વની વાત છે કે, PM મોદી કાશ્મીરમાં યોગ દિવસમાં ભાગ લેશે.
તમને જણાવી દઈએ કે, આ વર્ષે માર્ચમાં પણ PM મોદીશ્રીનગર ગયા હતા જ્યારે તેમણે બક્ષી સ્ટેડિયમમાં એક રેલીને સંબોધિત કરી હતી. PM મોદી નરેન્દ્ર મોદીની શ્રીનગરમાં યોગ દિવસ મનાવવાની યોજનાને પણ એક સંદેશ તરીકે જોવામાં આવી રહી છે. કાશ્મીરમાં કાર્યક્રમનો ભાગ બનીને તે સંદેશ આપશે કે સુરક્ષા વ્યવસ્થા મજબૂત છે અને આતંકવાદી હુમલાની કોઈ ખાસ અસર નથી. હકીકતમાં છેલ્લા કેટલાક દિવસોમાં આતંકવાદીઓએ કાશ્મીરને બદલે જમ્મુ સાથેના વિસ્તારોને નિશાન બનાવ્યા છે. આ ટ્રેન્ડ પર સંસદીય બાબતોના રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહનું કહેવું છે કે, આ આતંકવાદીઓનો ગભરાટ છે કારણ કે તેઓ કાશ્મીરમાં કંઈ કરી શકતા નથી.