એક તરફ ભીષણ ગરમી છે. તો બીજી તરફ ગરમીમાં આગ લાગવાની ઘટનાઓ પણ સામે આવતી રહે છે. આ વચ્ચે હવે અમદાવાદ શહેરના દાણીલીમડામાં ભીષણ આગ લાગી છે. જુના ઢોર બજારમાં કાપડ બજારમાં આગ લાગી હોવાની માહિતી સામે આવી રહી છે. વહેલી સવારે શોટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક કારણ સામે આવી રહ્યું છે. આગે ખુબ જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે.

મળતી માહિતી અનુસાર વહેલી સવારે આગ લાગવાની ઘટના સામે આવતા દોડધામ મચી જવા પામી હતી. આગને બુઝવવા માટે 10 ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળ પર પહોંચ્યા છે અને આગને કાબુ લેવાની કોશિશ કરી રહ્યાં છે. સવારના આઠ વાગ્યાથી આગ લાગી છે. હાલ તો આગને કાબુમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

નોંધનીય છે કે, આ આગમાં લાખોનો કાપડનો સમાન બાળીને ખાખ થઈ ગયો છે. સદનસીબે કોઈ જાનહની નહિ થયા હોવાના અહેવાલ આવી રહ્યાં છે. ગોડાઉનની બાજુમાં રહેણાંક વિસ્તાર આવેલો છે અને સલામતી માટેની વ્યવસ્થાનો અભાવ પણ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ગોડાઉનમાં સલામતી માટેની વ્યવસ્થાનો અભાવ પણ જોવા મળી રહ્યો છે. ફાયર સેફટીના સાધનોનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે એ સવાલ ઉભા થાય છે કે ગોડાઉનનું ફાયર એનોસી છે કે નહિ તે એક મોટો પ્રશ્ન છે.