અજીત ડોભાલ મોદી સરકાર 3.0માં ત્રીજી વખત NSA રહેશે. આ સાથે વડાપ્રધાનના મુખ્ય સચિવ પીકે મિશ્રા પણ આ પદ પર રહેશે. આ રીતે તેમનો કાર્યકાળ વડાપ્રધાન મોદીના કાર્યકાળ સાથે પૂર્ણ થશે.

આ સંદર્ભમાં જારી કરાયેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે કેબિનેટની નિમણૂક સમિતિએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે IPS (નિવૃત્ત) અજીત ડોભાલની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. જે 10 જૂનથી લાગુ થશે. ડોભાલની નિમણૂક અંગે જારી કરાયેલા આ પત્રમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે તેમની નિમણૂક વડાપ્રધાનના કાર્યકાળ સાથે અથવા આગળના આદેશો સુધી, જે પણ વહેલું હોય તે સાથે સમાપ્ત થશે. તેમના કાર્યકાળ દરમિયાન તેમને કેબિનેટ મંત્રીનો દરજ્જો આપવામાં આવશે. તેમની નિમણૂકના નિયમો અને શરતો અલગથી સૂચિત કરવામાં આવશે