સુરતના જાણીતા યુટ્યુબર પરેશ ધાનાણી કોઇને કોઇ કારણોસર ચર્ચામાં રહે છે. જોકે, લોકોને ટ્રાફિક જાગૃતિ શીખવતાં પિયુષ ધાનાણીએ પોતે રોંગસાઈડ વાહન હંકારી યુવકને ઉડાવ્યો હતો. આમ પિયુષ ધાનાણીએ અકસ્માત કરતા જ લોકોએ પિયુષ ધાનાણીને આડેહાથ લીધા છે.
મળતી માહિતી અનુસાર લોકોને ટ્રાફિક નિયમનાં પાલન શીખવાડરનાર પિયુષ ધાનાણીએ રોંગ સાઇડમાં વાહન ચલાવી બાઇક સવારને અડફેટે લીઘો હતો, અને બાઇક ચાલકને ઇજા થઇ હતી. જેથી લોકો ઉશ્કેરાઇ ગયા હતા. જોકે, ઉશ્કેરાયેલાં લોકોએ પિયુષ ધાનાણી પાસે તેમનાં જ મોબાઇલમાં લાઇવ કરી પોતે અકસ્માત કર્યાની કબુલાત કરાવી હતી. પિયુષ ધાનાણી વિડીયોમાં જણાવી રહ્યા છે કે તેમનાથી ભૂલ થઈ છે અને આ યુવકનો હોસ્પિટલનો ખર્ચો તથા અકસ્માતને કારણે તે જેટલાં દિવસ ઘરે રહેશે તે પ્રમાણે તેની નોકરીનો જે પગાર હશે તે પણ આપવા તૈયાર હોવાનું જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, . થોડા સમય પહેલા જ સુરતના આ સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ રોગ સાઈડમાં આવતા વાહનોને રોકવા જતા લોકોના રોષનો ભોગ બન્યો હતો. ચાલુ મોપેડ પર ફોન પર વાત કરતી મહિલાને અટકાવવા જતા મહિલાએ પિયુષ ધાનાણીને લાફા ઝીંક્યા હતા.