અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલ પરિસરમાં અકસ્માતની ઘટના સામે આવી છે. કેન્ટીન પાસે કારચાલક તબીબની અડફેટે મહિલાનું મોત થયું છે. યુએન મહેતા હોસ્પિટલમાં મહિલા તબીબે આ અકસ્માત સર્જ્યો છે. મૃતકનો પરિવાર બાળકની સારવાર માટે અમદાવાદની યુએન હોસ્પિટલમાં આવ્યો હતો. જોકે, મૃતક મહિલા દેવભૂમિ દ્વારકાની વતની હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી અનુસાર અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલ ફરી એકવાર ચર્ચામાં આવી છે. હોસ્પિટલની પરિસરમાં અકસ્માતનો બનાવ બન્યો છે. કેન્ટીન પાસે એક કારચાલક તબીબની અડફેટે આવતા મહિલાનું મોત નીપજ્યું હોવાની માહિતી છે. યુએન મહેતા હોસ્પિટલમાં તબીબની કારથી મહિલાનું મોત થતાં હોબાળો મચ્યો હતો. મૃતકનો પરિવાર બાળકની સારવાર માટે યુએન મહેતા હોસ્પિટલ (UN Mehta Hospital) આવ્યો હતો. મૃતક મહિલા દેવભૂમિ દ્વારકાની વતની છે. આ મામલે ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં તપાસ હાથ ધરાઈ છે.

નોંધનીય છે કે હોસ્પિટલનાં પાછળનાં ભાગે આવેલ કેન્ટીન નજીક એક મહિલા તબીબે તેની કારથી ત્યાંથી પસાર થતી 45 વર્ષીય મહિલાને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં મહિલાને ગંભીર રીતે ઇજા થતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માતનાં પગલે હોસ્પિટલનાં પરિસરમાં લોકોની ભીડ ભેગી થઈ હતી. આ મામલે F ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં અકસ્માત સર્જનાર મહિલા તબીબ સામે ફરિયાદ થતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.