રાજકોટ અગ્નિકાંડને લઈ 27 લોકોએ જીવ ગુમાવ્યા બાદ પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. રાજકોટ અગ્નિકાંડમાં ગુમાવેલા પુત્રનાં વિયોગમાં પિતાનું પણ મોત નિપજવા પામ્યું છે. છેલ્લા બે દિવસથી પિતા દીકરાના નામનું રટણ કરી રહ્યા હતા. જશુભા જાડેજાનું પુત્રનાં વિયોગમાં મોત થયું. વિશ્વરાજસિંહ જાડેજાનું અગ્નિકાંડમાં મોત થયું હતું. નોકરીનો પ્રથમ દિવસ હતો અને આગ લાગતા દીકરાનું મોત થયું હતું. પુત્ર બાદ પિતાનાં મોતથી પરિવારમાં ઘેરો શોક વ્યાપી જવા પામ્યો હતો.
રાજકોટમાં સર્જાયેલ ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના મામલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ દ્વારા આ સમગ્ર મામલે પોલીસ દ્વારા પૂછપરછનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ દ્વારા એમ.ડી. સાગઠીયાને પૂછપરછ માટે બોલાવ્યા હતા એમ.ડી. સાગઠીયાએ પૂછપરછમાં ભાજપના પદાધિકારીનું નામ આપ્યું હતું. જેમાં ભાજપનાં પદાધિકારીનાં કહેવાથી ડિમોલેશન રોક્યું હતું. તેમજ ક્યા પદાધિકારીનું નામ આપ્યું તે અંગે એસઆઈટીદ્વારા હજુ સત્તાવાર જાહેરાત કરાઈ નથી. ભાજપનાં ત્રણથી વધુ પદાધિકારીઓનાં નામ પૂછપરછમાં ખૂલ્યાનું સામે આવ્યું છે.
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ ખાતે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. TRP ગેમઝોનમાં આગકાંડ બાદ તપાસ ઝડપી બનાવવામાં આવી છે. ગેમઝોનમાં આગકાંડમાં નજરે જોનાર યુવકને પૂછપરછ માટે ક્રાઈમ બ્રાન્ચ બોલાવવામાંઆવ્યો હતો. તેમજ યુવકને પરિવાર સાથે પૂછપરછ માટે ક્રાઈમ બ્રાન્ચ બોલાવ્યો હતો. દક્ષ સમગ્ર ઘટનાનો લાઈવ સાક્ષી હોવાથી તેને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો છે.
રાજકોટમાં TRP ગેમઝોનનાં આગકાંડ મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ગેમ ઝોનમાં એસી ફીટ કરનારને એસઆઈટી દ્વારા પૂછપરછ માટે ક્રાઈમ બ્રાન્ચ બોલાવવામાં આવ્યા છે. જેમાં એસી ફિટીંગ કરનાર લોકોનેપૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. એસીમાં લીકેજ હતું કે કેમ તે અંગે તપાસ હાથ ધરવામાં આવશે. તેમજ એસીમાં ગેસ લીકેજથી ભડકો થયો કે કેમ તે અંગે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. તેમજ ગેમ ઝોનમાંસાઉન્ડ અને પ્રોજેક્ટ ફીટ કરનારને બોલાવવામાં આવ્યા છે. સાઉન્ડ પ્રોજેક્ટરનાં કેબલો કેવી રીતે ફીટિંગ કર્યા તેને લઈ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. તેમજ વધુ બે વ્યક્તિને પૂછપરછ માટે બોલાવ્યા હતા.