ગુજરાતમાંથી ફરીથી કરોડોનું ડ્રગ્સ ઝડપાયું છે. ગાંધીધામના ખારી રોહર પાસેથી 130 કરોડનું 13 કિલો કોકેઈન ઝડપાયું છે. ગુજરાત ATSની ટીમે કોકેઈનના 13 પેકેટ જપ્ત કર્યા છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આ કોકેઈનની કિંમત કરોડોમાં અંકાઇ રહી છે. ગુજરાત એટીએસએ (Gujarat ATS) સ્થાનિક SOG અને B ડિવિઝન પોલીસની મદદથી દરોડા પાડીને કોકેઈનનો જથ્થો જપ્ત કર્યો છે. આ અંગે એટીએસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, ગુજરાત એટીએસ દ્વારા કચ્છના ગાંધીધામના ખારી રોહર પાસેથી બિનવારસી હાલતમાં કરોડોનું કોકેઈન ઝડપાયું છે. ગાંધીધામના ખારી રોહર પાસેથી 130 કરોડનું 13 કિલો કોકેઈન ઝડપાયું છે. ગુજરાત ATSની ટીમે કોકેઈનના 13 પેકેટ જપ્ત કર્યા છે. નોંધનીય છે કે, આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કોકેઈનની કિંમત પ્રતિ કિલોગ્રામ 10 કરોડ રૂપિયાની આસપસાપ હોવાનું માનવામાં આવે છે.

ગુજરાત એટીએસે સ્થાનિક SOG અને બી ડિવિઝન પોલીસની મદદથી દરોડો પાડી કોકેઈનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ પહેલા સપ્ટેમ્બર 2023માં મીઠીરોહર પાસેથી 800 કરોડના મૂલ્યનો 80 કિલો કોકેઇનનો જથ્થો ઝડપાયો હતો.

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગનો મોટો જથ્થો પકડાવવાનો સિલસિલો જોવા મળી રહ્યો છે. ગત સપ્ટેમ્બરમાં કચ્છ જિલ્લામાં સ્થાનિક પોલીસે 800 કરોડનું ડ્રગ્સ પકડી પાડ્યુ હતુ. કચ્છના ગાંધીધામથી 30 કિમીના અંતરે આવેલ મીઠી રોહર ગામના દરિયાકાંઠેથી સ્થાનિક પોલીસને 80 કિલો કોકેઇન મળી આવ્યું હતું.