ચોમાસાને લઈ રાજ્યના ખેડૂતો માટે એક સારા સમાચાર છે. હવામાન વિભાગે રાજ્યમાં ચોમાસું સારું રહેવાની આગાહી કરી છે.હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે રાજ્યમાં ચોમાસું સારું રહેવાની આગાહી કરી છે. હવામાનની આગાહી મુજબ રાજ્યમાં એકથી બે દિવસ વહેલા ચોમાસાનું આગમન થશે. જેને લઈ છેલ્લા કેટલાક દિવસથી પડતા આકરા તાપથી રાહત મળી શકે છે.
હવામાનની આગાહી મુજબ રાજ્યના કેટલાક વિસ્તારમાં હળવા વરસાદની સંભાવના છે. આ સાથે કેટલાક ભાગોમાં 20થી 25 KMની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. મહત્વનું છે કે, અઠવાડિયા બાદ પ્રિ-મોનસૂન એક્ટિવિટી શરૂ થશે તો દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, લોકોને ગરમીથી રાહત મળશે અને હવે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યના કેટલાક સ્થળોએ હળવો વરસાદ રહેશે. તેમજ આગામી સમયમાં ભારે પવનની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે, જયાં 20-25 km ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે ત્યારબાદ પવનની ઝડપમાં વધારો થશે.
ગુજરાતમાં આ વર્ષે ચોમાસુ એક થી બે દિવસ પહેલા રહેવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે જેને લઈને ચોમાસુ પણ આ વર્ષે સારું રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 42.1 ડિગ્રી તાપમાન રહ્યું અને અમદાવાદમાં 42 ડિગ્રી તાપમાન રહ્યા બાદ હવે લોકોને રાહત મળતી થશે.