શુક્રવારે સાંજે કેટલીક Google સેવાઓ પ્રભાવિત થઈ હતી. ઘણા યુઝર્સે ફરિયાદ કરી હતી કે ગૂગલ ન્યૂઝ કામ કરી રહ્યું નથી. આમાં સમાચાર ટૅબ અને Google Newsનું હોમ પેજ શામેલ છે. તે જ સમયે, માહિતી સામે આવી રહી છે કે Google Discoverનું હોમ પેજ ફીડ અને Google Trends પણ કામ કરી રહ્યા નથી. સોશિયલ મીડિયા પર યુઝર્સે આ અંગે પ્રતિક્રિયા આપી છે.
ગૂગલ ન્યૂઝ ટેબની વાત કરીએ તો તેમાં યુઝર્સને સૌથી વધુ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. યુઝર્સે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે ઘણી વખત સર્ચ કર્યા બાદ તેમને મેસેજ મળ્યો, ‘કોઈ સમાચાર પરિણામ સાથે મેળ ખાતા નથી’. સર્ચ એન્જિનના પર્સનલાઇઝ્ડ કન્ટેન્ટ ફીડ ‘Google ડિસ્કવર’ વિશે વાત કરીએ તો, યુઝર્સને ‘સમથિંગ રૉગ’ અને ‘કોઈ સ્ટોરીઝ ઉપલબ્ધ નથી, પછી ફરી પ્રયાસ કરો’ જેવા સંદેશા મળ્યા હતા વિશ્વભરમાં અનેક દેશના લોકો આ મુશ્કેલીથી પ્રભાવિત થયા હતા.
જીમેલ અને ગૂગલ મેપ્સ પણ પ્રભાવિત થયા છે
ડાઉનડિટેક્ટરના જણાવ્યા અનુસાર કેટલાક દેશોમાં જીમેલ, ગૂગલ સર્ચ અને ગૂગલ મેપ્સની સેવાઓ પણ પ્રભાવિત થઈ છે. ડાઉનડિટેક્ટરે ઘણા અહેવાલોનો અભ્યાસ કર્યા પછી ડેટા જાહેર કર્યો. આ મુજબ, શુક્રવારે સાંજે 7 વાગ્યા સુધી, 65 ટકા લોકોએ ગૂગલ સંબંધિત વેબસાઇટ્સ એક્સેસ કરવા સંબંધિત માહિતી શેર કરી છે, 31 ટકા વપરાશકર્તાઓએ ગૂગલ સર્ચનો ઉપયોગ કરવાની માહિતી શેર કરી છે અને ચાર ટકા વપરાશકર્તાઓએ લોગ ઇન કરવામાં સમસ્યાઓનો સામનો કરવાની માહિતી શેર કરી છે.