રાજકોટ ગેમઝોન અગ્નિકાંડનો વધુ એક આરોપી ઝડપાયો છે. અગ્નિકાંડના કેસમાં 5મા આરોપી કિરીટસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કિરીટસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે. કિરીટસિંહ જાડેજા ગેમ ઝોનવાળી જગ્યાના 3 માલિકોમાંથી એક માલિક છે. છઠ્ઠો આરોપી અને કિરીટસિંહ જાડેજાનો ભાઈ અશોકસિંહ જાડેજા હજુ પોલીસની પકડથી દૂર છે.
કિરીટસિંહ અને અશોકસિંહ TRP ગેમ ઝોનના પ્રોપરાઇટર માલિકો છે. આ સાથે જ આ બંન્ને સગા ભાઈઓ છે. જેમાંથી કિરીટસિંહની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અશોકસિંહની શોધખોળ હાથ ધરાવમાં આવી છે. જગ્યાના માલિક હોવા છતાં કેમ આ બાબતોમાં આંખ આડા કાન કર્યા તે સહિતની પૂછપરછ હાથ ધરાઇ છે.
પેટ્રોલ-ડીઝલનો જથ્થો આવ્યો ક્યાંથી ?
રાજકોટ ટીઆરપી ગેઇમ ઝોનમાં અગ્નિકાંડનો મુદ્દે તંત્રની ઘોર બેદરકારી આવી સામે છે. આરોપીઓ પેટ્રોલ ડીઝલનો જથ્થો ક્યાંથી લાવ્યા તે અંગે પણ કોઇ માહિતી પ્રાપ્ત થઈ નથી.ગેમ ઝોનમાં પેટ્રોલિયમના જથ્થા અંગે પુરવઠા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે.
સૌથી મોટો સવાલ પેટ્રોલનો જથ્થો આવ્યો ક્યાંથી? કલેકટરનો તપાસનો આદેશ છતાં જવાબદાર તંત્ર શું કાર્યવાહી કરશે તે સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે. પુરવઠા વિભાગ ધારે તો આવશ્યક ચીજ વસ્તુ ધારા હેઠળ કાર્યવાહી થઈ શકે છે.