જોડિયા અથવા ત્રિકુટી જન્મેલા દીકરીના કિસ્સામાં, 2 થી વધુ ખાતા ખોલી શકાય છે. ખાતું ખોલાવવાની તારીખથી મહત્તમ 15 વર્ષ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ યોજનામાં યોગદાન આપી શકાય છે.
જો કોઈ રોકાણકાર તેની પુત્રીના જન્મ પછી તરત જ આ યોજનામાં ખાતું ખોલાવે છે, તો તે 15 વર્ષ સુધી રકમ જમા કરાવી શકે છે. આ પછી 6 વર્ષનો લોક-ઇન પિરિયડ છે. આ સમયગાળા દરમિયાન કોઈ રોકાણ કરવું પડતું નથી, પરંતુ વ્યાજ મળતું રહે છે.