યુરોપિયન યુનિયન (EU)માં સમાવિષ્ટ દેશોની સરકારો રશિયાને ડ્રોન સપ્લાય કરવા બદલ ઈરાનના સંરક્ષણ પ્રધાન મોહમ્મદ રેઝા અશ્તિયાની સહિત નવ સંસ્થાઓ પર પ્રતિબંધો લાદવા માટે સંમત થયા છે. EU રાજદ્વારીએ જણાવ્યું હતું કે EU સરકારોના રાજદૂતો વચ્ચે થયેલા કરારને સોમવારે EU વિદેશ મંત્રીઓની બેઠકમાં સમર્થન મળ્યા બાદ જાહેર કરવામાં આવશે. આ કરારમાં નવ ઈરાની માનવરહિત એરિયલ વ્હિકલ (UAV) મેન્યુફેક્ચરિંગ એકમોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
રશિયા યુક્રેન સામેના યુદ્ધમાં ઈરાન પાસેથી મેળવેલા ડ્રોનનો ઉપયોગ કરી રહ્યું છે. આ સાથે ઈરાનના રક્ષા મંત્રી મોહમ્મદ રેઝા અશ્તિયાનીનો પણ આ પ્રતિબંધોની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આમાં વ્યક્તિઓની મુસાફરી પરના પ્રતિબંધો, વ્યક્તિઓ અને સંસ્થાઓની સંપત્તિ જપ્ત કરવા અને સૂચિબદ્ધ લોકો અને સંસ્થાઓને આર્થિક સંસાધનો પૂરા પાડવા પરના નિયંત્રણોનો સમાવેશ થાય છે.
રશિયા-યુક્રેન યુદ્ધને બે વર્ષ અને ત્રણ મહિના પૂર્ણ થયા છે. આ યુદ્ધે લાખો લોકોના જીવ લીધા છે અને વિશ્વભરની અર્થવ્યવસ્થાને અસર કરી છે. યુક્રેનમાં લાખો લોકો બેઘર બન્યા અને શહેરો નાશ પામ્યા. યુદ્ધ તેના ત્રીજા વર્ષમાં પ્રવેશ્યું છે પરંતુ યુદ્ધવિરામની કોઈ શક્યતા જણાતી નથી. આ દરમિયાન અમેરિકા પણ હાર માણતું જોવા મળી રહયું હતું પરંતુ યુક્રેન હજુ પણ મદદની આશા રાખી રહ્યું છે. ત્યારે હવે માહિતી સામે આવી છે કે રશિયા ઈરાન પાસેથી મદદ મેળવી રહ્યું હતું. આ મુદ્દે પગલાં લેતા યુરોપીયન યુનિયન દ્વારા એક કરરા અંતર્ગત પગલાં લેવામાં આવ્યા છે.