મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં એક કેમિકલ ફેક્ટ્રીમાં આગ લાગવાના સમાચાર સામે આવી રહ્યા છે. ફેક્ટરીની અંદર બોયલર ફાટવાના કારણે ભીષણ વિસ્ફોટ થયો છે. જેની ગૂંજ આજુબાજુના વિસ્તારમાં કેટલાય કિમી સુધી સંભળાઈ. વિસ્ફોટ બાદ કેટલાય લોકો ફેક્ટરી અંદર ફસાયા હોવાની આશંકા છે. કહેવાય છે કે, 7-8 લોકો આ દુર્ઘટનામાં ઘાયલ થયા છે, જેમનું રેસ્ક્યૂ કરી સારવાર માટે મોકલી દીધા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, જોઈએ તો, આ વિસ્ફોટ થાણેના એમઆઈડીસી વિસ્તારના ફેઝ 2માં આવેલ ઓમેગા કેમિકલ ફેક્ટરીમાં થઈ છે. ફેક્ટરીની અંદર વિસ્ફોટ ત્યારે થયો, જ્યારે કેટલાય કર્મચારી ફેક્ટરીની અંદર કામ કરી રહ્યા હતા. બોયલરમાં ટેકનિકલી ખરાબીના કારણે વિસ્ફોટ થયો હોવાની વાત કહેવાય છે. આ વિસ્ફોટ ભીષણ અને આગ લાગવાની ખબર મળતા ફાયર અને પોલીસ વિભાગને સૂચના આપી. ઘટના સ્થળ પર પોલીસ અને ફાયર વિભાગ પહોંચી ગયું.

આગના સમાચાર મળતા પ્રશાસન તરત કાર્યવાહી કરતા ફાયરની ચાર ગાડીઓ ઘટનાસ્થળે મોકલી દીધી. તો વળી સ્થાનિક પ્રશાસન અધિકારી પણ પોલીસ ફોર્સ સાથે ઘટનાસ્થળે પહોંચી છે. ફેક્ટરી અંદર આગ લાગવાના કારણે કાળો ધુમાડો કેટલાય કિમી સુધી જોઈ શકાતો હતો. ધુમાડાને જોવા માટે લોકોનો જામ થઈ ગયો હતો. જે બાદ પોલીસ ભીડને હટાવી રહી છે.