કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં પાકિસ્તાની વિદ્યાર્થીઓની સાથે સ્થાનિક લોકોએ મારપીટની ઘટના હાલ ચકચાર મચી ગઈ છે. રિપોર્ટ અનુસાર અહી રહેતા ભારતીય વિદ્યાર્થીઓને પણ નિશાન બનાવાયા છે. સ્થાનિક લોકોએ પાકિસ્તાની વિદ્યાર્થીઓની જોરદાર પીટાઈ કરી હતી. જેના બાદથી કિર્ગિસ્તાનમાં અન્ય દેશોમાંથી આવીને ભણતા વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ ફેલાયો છે. કેટલાક ગુજરાતી વિદ્યાર્થીઓ બિશ્કેક શહેરમાં ફસાયા છે. ત્યારે કિર્ગિસ્તાનમાં MBBS નો અભ્યાસ કરી રહેલા સુરતની રીયા લાઠીએ ત્યાંની પરિસ્થિતિનો ચિતાર વર્ણવ્યો હતો. તેણે કહ્યું કે, તે ખૂબ જ ભયના માહોલમાં જીવી રહી છે અને બને તેટલી વહેલી તકે ભારત આવવા માંગે છે.
કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં સ્થાનિક લોકોની કેટલાક વિદેશીઓ સાથે અથડામણ બાદ મામલો બિચક્યો છે. કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં વિદ્યાર્થીઓ પર હુમલા થયા છે. હાલમાં કિર્ગિસ્તાનમાં 17 હજાર ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં રહીને અભ્યાસ છે. ત્યાર કેટલાક ગુજરાતી વિદ્યાર્થીઓ બિશ્કેક શહેરમાં ફસાયા છે. છેલ્લા એક સપ્તાહથી બહાર નથી પણ શક્તા નથી. વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા આપવામાં આવે ભોજન આવી રહ્યું છે. એરપોર્ટ પર ભારે ધસારો હોવાથી કેટલીક ફ્લાઈટ રદ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ ગુજરાત અને કેન્દ્ર સરકારને મદદ માટે અપીલ કરી રહ્યાં છે.
મેડિકલ અભ્યાસ માટે ગયેલા વિદ્યાર્થીઓના પરિવારજનોમાં ચિંતાનો માહોલ છે. મળતી માહિતી અનુસાર કિર્ગિસ્તાનમાં ફસાયેલા વિદ્યાર્થીઓના પરિવારનો સભ્યો વિદેશ મંત્રા સાથે સંપર્ક કરી રહ્યા છે. હાલ કિર્ગિસ્તાનમાં રાજધાની બિશકેકમાં પરિસ્થિતિ ગંભીર છે. સુરતની રિયા લાઠીયા પણ યુનિવર્સીટી ઓફ કસમાંમાં ફસાઈ હોવાનું સામે આવ્યું છે. જેને સોશિયલ મીડિયા દ્વારા મદદ માગી છે. તો રિયા લાઠીયા યુનિવર્સીટી ઓફ કસ્મામાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. વિધાર્થીનીએ સોશિયલ મીડિયા મારફતે ઓડિયો કલીપ જાહેર કરી સરકાર પાસે મદદ માંગી છે.
ઉલ્લેખનીય છે કે કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેક (કિર્ગિસ્તાન બિશ્કેક ક્લેશ)માં પાકિસ્તાની વિદ્યાર્થીઓની હોસ્ટેલ પર રાત્રે કેટલાક સ્થાનિક લોકોના ગુસ્સે ભરાયેલા ટોળાએ હુમલો કર્યો હતો. આમાં કેટલાક પાકિસ્તાની વિદ્યાર્થીઓ ઘાયલ થયાના સમાચાર હતા. લડાઈ શા માટે થઈ તેનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. પરંતુ અહેવાલો અનુસાર કેટલાક સ્થાનિક લોકો સાથેની લડાઈ બાદ હંગામો વધી ગયો હતો. પાકિસ્તાની વિદ્યાર્થીઓનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં તેઓ પીએમ શાહબાઝ શરીફ પાસે મદદની વિનંતી કરી રહ્યા હતા. તેઓ મદદ ન મળવા માટે મરિયમ નવાઝને કોલ કરી રહ્યા હતા. એક વિદ્યાર્થી તો પાકિસ્તાની ન્યૂઝ ચેનલ સાથે વાત કરતી વખતે રડી પડ્યો હતો અને તેને દેશમાં પરત લઈ જવાની વિનંતી કરી હતી.
એમ્બેસીના અધિકારીઓએ ગઈકાલે ઈન્ટરનેશનલ મેડિકલ યુનિવર્સિટી અને યુરેશિયન મેડિકલ યુનિવર્સિટી અને આજે રોયલ મેટ્રોપોલિટન યુનિવર્સિટી અને એવિસેના યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. બિશ્કેક અને દિલ્હી વચ્ચે એર કનેક્ટિવિટી કાર્યરત છે અને ભારતની ફ્લાઈટ્સ અલ્માટી, દુબઈ, ઈસ્તાંબુલ, શારજાહ અને તાશ્કંદ થઈને પણ ઉપલબ્ધ છે. દૂતાવાસે કહ્યું કે બિશ્કેકના માનસ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ભારતીય વિદ્યાર્થીઓ માટે સ્થાનિક પરિવહન સુલભ છે.