હવામાન વિભાગે રાજ્યમાં ગરમીને લઈ આગાહી કરી છે. ત્યારે હજુ આગામી બે દિવસ સુધી લોકોને ગરમીનો માર સહન કરવો પડી શકે છે. હજુ આગામી બે દિવસ સુધી લોકોને કાળઝાળ ગરમીથી રાહત નહીં મળે. હવામાન વિભાગે રાજ્યના ઘણા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ તેમજ યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે 25 મે સુધી રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરી છે. બુધવારે અમદાવાદમાં સૌથી વધુ તાપમાન 45.9 ડિગ્રી નોંધાયું છે.
અગાઉ હવામાન વિભાગે બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ભાવનગર, સુરત, વલસાડ, જુનાગઢ, પોરબંદર, રાજકોટમાં હીટવેવની આગાહી કરી હતી. જયારે અમદાવાદ, આણંદ, રાજકોટ, ભાવનગર, સુરત, વલસાડ, બનાસકાંઠા, પાટણ તેમજ મહેસાણામાં ઓરેન્જ એલર્ટ અને અમરેલી, કચ્છ, મહેસાણા, વડોદરામાં યલો એલર્ટ જાહેર કર્યું હતું. સાથે જ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમી પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી હતી. અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનો પારો 45 ડિગ્રી પહોંચી ગયો છે. જણાવી દઈએ કે બુધવારે 45.9 ડિગ્રી તાપમાન સાથે અમદાવાદમાં સૌથી વધુ તાપમાન નોંધાયું, તો સુરેન્દ્રનગરમાં 45.8 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 45.7 ડિગ્રી તાપમાન અને અમરેલીમાં 44.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ઉપરાંત, મંગળવારે પણ રાજ્યના છ શહેરોના તાપમાન 45 ડિગ્રી પર પહોંચી ગયા હતા.