રાજ્યમાં ગરમી જીવલેણ સાબિત થઈ રહી છે. ગભરામણ, ખેંચ અને હિટસ્ટ્રોકથી 15 વ્યક્તિઓના મોત થયા છે. જેમાં સુરતમાં 10 વ્યક્તિના મોત નીપજ્યા છે. જ્યારે વડોદરામાં વધુ ત્રણ વ્યક્તિના મોત થયા છે. સુરતમાં એકનું હીટસ્ટ્રોકના કારણે મોત થયું હોવાની આશંકા છે. જ્યારે અન્ય મૃતકોના સેમ્પલ ફોરેન્સિકમાં મોકલાયાં છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ મોતના ચોક્કસ કારણ સામે આવશે. આ સાથે હીટવેવની અસરના કારણે સરકારી હોસ્પિટલોમાં 12 વ્યક્તિને સારવાર અપાઈ. જેમાં સિવિલ હોસ્પિટલમાં 8 અને સ્મીમેર હોસ્પિટલમાં 4 દર્દી નોંધાયા તો બીજી તરફ પાલિકાના અધિકારીનો દાવો ગરમીથી મોત નથી.

સુરતમાં એક જ દિવસમાં 10નાં હાર્ટ અટેક અને હીટવેવમાં શંકાસ્પદ મોત થયા છે. ચારને હીટસ્ટ્રોકની શંકા છે જ્યારે 5 વ્યક્તિના હાર્ટએટેકથી મોત થયાની શંકા છે. તમામના સેમ્પલ FSLમાં મોકલ્યાં છે. તમામ મૃતકો ગભરામણ પછી બેભાન થયા હતા અને હોસ્પિટલ લઈ ગયા પછી મૃત્યુ થયું હતું.

સુરત શહેરમાં કાળઝાળ ગરમી વચ્ચે 24 કલાકમાં અચાનક બેભાન થયા બાદ 10નાં મોત નિપજ્યાં છે. જેમાં એકનું હીટસ્ટ્રોકના કારણે મોત થયું હોવાની આશંકા છે. જ્યારે અન્ય મૃતકોના સેમ્પલ ફોરેન્સિકમાં મોકલાયાં છે. ત્રીજા બનાવમાં માંજલપુરના 62 વર્ષીય કરસનભાઈ પરમારને અગાઉ બાયપાસ સર્જરી કરી હતી છેલ્લા સાત દિવસની અસહ્ય ગરમીમાં કરસનભાઈ ને લોહીની વોમીટીંગ થવા લાગી હતી હૃદય રોગનો હુમલો આવતા મોત નીપજ્યુંછે.