અભિનેત્રી નેહા શર્મા તેની આગામી વેબ સિરીઝ ‘ઈલીગલ 3’ માટે તૈયાર છે. આ સીરીઝમાં નેહા શર્મા વકીલ નિહારિકા સિંહની ભૂમિકા ભજવતી જોવા મળશે. એક્ટિંગ સિવાય નેહા શર્માનું નામ છેલ્લા કેટલાક સમયથી રાજકારણ સાથે પણ જોડાયેલું છે.

 આનું કારણ એ છે કે નેહા શર્માના પિતા અજીત શર્મા છે, જેઓ હાલમાં બિહાર વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા છે. થોડા સમય પહેલા અજિત શર્માએ તેમની દીકરી નેહા વિશે નિવેદન આપ્યું હતું, જે બાદ તેની રાજનીતિમાં એન્ટ્રીની ચર્ચા શરૂ થઈ ગઈ હતી. જો કે તે સમયે પણ નેહાએ આ મામલે મૌન જાળવી રાખ્યું હતું.

હવે નેહા શર્માએ રાજકારણમાં આવવા અંગે પોતાનું મૌન તોડ્યું છે. નેહા શર્માએ આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું, “હું મારા માટે નહીં પરંતુ મારા પિતા માટે પ્રચાર કરી રહી હતી. ઘણા લોકોને લાગતું હતું કે હું સંસદ સભ્ય તરીકે ચૂંટણીમાં ઊભી છું. પરંતુ ના, તે આ સિઝન માટે નથી.

શું નેહા શર્મા 2029ની લોકસભા ચૂંટણી લડશે?

જ્યારે નેહા શર્માને પૂછવામાં આવ્યું કે શું તે 2029ની લોકસભા ચૂંટણી લડવાનું વિચારી રહી છે? જેના પર અભિનેત્રીએ હસતા હસતા જવાબ આપ્યો, “આગામી 5 વર્ષમાં તમને ખબર પડશે.” હું થોડો સંકેત આપી રહી છું.

‘ઇલીગલ 3’માં નેહા શર્માનું પાત્ર

‘ઇલીગલ 3’માં નેહાના પાત્રમાં ગ્રે શેડ છે, જેનો ઉદ્દેશ્ય દિલ્હીની ટોચની વકીલ બનવાનો છે. આ માટે તે તેના આદર્શોને પણ અવગણી રહી છે. તેના પાત્ર વિશે વાત કરતાં નેહા શર્માએ કહ્યું, “હું કહી શકું છું કે હું સત્તાવાર રીતે મારા વિલન રૂપમાં છું. એવી કેટલીક વસ્તુઓ છે જે હું કરી રહી છું, જ્યાં હું ગ્રે પાત્રો પણ નથી ભજવી રહી, પરંતુ તે સંપૂર્ણ વિલન છે. દર્શકો મને કેવી રીતે જુએ છે તે જોવા માટે હું ઉત્સાહિત છું.