કાળઝાળ ગરમીથી પરેશાન અને ચોમાસુ બેસવાની આતુરતાથી રાહ જોઇ રહેલા લોકો માટે ખુશખબર છે. રાજ્યમાં 7 થી 14 જુન વચ્ચે ચોમાસુ બેસવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે …8 જૂનથી દરિયામાં પવન બદલાતા 14 જૂન સુધી રાજ્યમાં ચોમાસાના વરસાદનું આગમન થશે તેવું અંબાલાલે કહ્યું ચોમાસાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે..રાજ્યમાં 7 થી 14 જુન વચ્ચે ચોમાસુ બેસવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે …8 જૂનથી દરિયામાં પવન બદલાતા 14 જૂન સુધી રાજ્યમાં ચોમાસાના વરસાદનું આગમન થશે તેવી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.જો કે હાલ રાજ્યમાં આકરી ગરમી યથાવત રહેશે તેવું તેમણે કહ્યું.. તેમણે કહ્યું કે મહત્તમ તાપમાન 44 ડિગ્રીને પાર જશે.
રાજ્યમાં આકરી લૂ લાથે પવન તથા આંધીને વંટોળ રહેશે.તેમણે કહ્યું કે 26મે થી 4 જુન વચ્ચે રોહિણી નક્ષત્રમાં વરસાદની સંભાવના છે. આ સમયગાળા દરમ્યાન આંધી, વંટોળ સાથે વરસાદ થતા લોકોને કાળઝાળ ગરમીમાં રાહત મળશે તેવું તેમણે કહ્યું..રાજ્યમાં ચોમાસુ 7 થી 14 જુન દરમ્યાન બેસશે તેવું જણાવતા તેમણે કહ્યું કે 8 જૂનથી દરિયામાં પવન બદલાતા 14 જુન સુધીમાં તે રાજ્યમાં વરસાદ લાવશે. સાથે જ તેમણે 17 થી 24 જુન દરમ્યાન ગાજવીજ સાથે વરસાદનીઆગાહી વ્યક્ત કરી. તેમણે આ વર્ષે રાજ્યમાં 106 ટકા વરસાદની આગાહી વ્યક્ત કરી છે.અંબાલાલે આ સાથે અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવવાની શક્યતા વ્યક્ત કરી છે..તેમણે કહ્યું કે મે મહિનાના અંત સુધીમાં અથવા જુનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાઇ શકે છે.