ધાર્મિક દબાણ દૂર કરવા નામદાર સુપ્રીમ કોર્ટની ગૃહ વિભાગને સૂચના આપવામા આવી છે. તેમજ દબાણકારોને સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે. નામદાર સુપ્રીમ કોર્ટના હુકમ અન્વયે કાર્યવાહી થશે.
નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા અનધિકૃત ધાર્મિક દબાણો દૂર કરવા માટે દિશાનિર્દેશ આપવામાં આવ્યા છે. ત્યારે અધિકારીઓને પણ દબાણો દૂર કરવા સૂચના આપવામાં આવી છે તો દબાણકારોને પણ સહકાર આપવા વિનંતી કરી છે.
નામદાર સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલ એસ એલ પી અન્વયે નામદાર સુપ્રીમ કોર્ટ નાં તા.૨૯-૦૯,૨૦૦૯ નાં હુકમથી જાહેર રોડ, જાહેર બગીચા તથા અન્ય જગ્યાઓ જેવી કે મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારા સહિતના અનધિકૃત ધાર્મિક દબાણો દૂર કરવા તમામ રાજ્યોને દિશા નિર્દેશ આપવામાં આવ્યા છે. તેમજ નવા ધાર્મિક દબાણો ન થાય તેની તકેદારી રાખવા જણાવેલ છે. જેના ભાગરૂપે ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થયેલ સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન અન્વયે આવા ધાર્મિક દબાણો દૂર કરવા બાબતે ગૃહ વિભાગ અને મહેસૂલ વિભાગ દ્વારા સમયાંતરે આપવામાં આવેલ માર્ગદર્શિકા મુજબ જિલ્લામાં વર્તમાન ધાર્મિક દબાણો દૂર કરવા બાબતે પ્રાથમિક નોટિસો આપવામાં આવી છે અને સ્વેચ્છા એ દબાણ દૂર કરવા સમજૂત કરવા જણાવેલ છે.
કોઈ એક ધર્મના બદલે તમામ ધર્મના અનધિકૃત દબાણો પ્રત્યે જરૂરી કાર્યવાહી કરવા ગૃહ વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.જેમાં જાહેર રોડ, જાહેર બગીચા અને જાહેર જગ્યાઓ પર લોકોને નડતરરૂપ ધાર્મિક દબાણો નો સમાવેશ થાય છે આવા ધાર્મિક દબાણો સત્વરે દૂર થાય તે માટે દબાણકારોને આ અંગે પૂરતો સહકાર આપવા અપીલ કરી છે.