ગુજરાતના બેસ્ટ 10 બીચ, ઉનાળા વેકેશનમાં ભરપૂર મજા

શિવરાજપુર બીચ  શિવરાજપુર બીચ દ્વારકા નજીક આવેલું સુંદર છે. જે બ્લુ ફ્લેગ બીચ સર્ટિફિકેટ મેળવનાર ભારતના બીચમાં સ્થાન ધરાવે છે.

માધવપુર બીચ માધવપુર બીચ પોરબંદરનું સુંદર અને રમણિય સ્થળ છે. દરિયા કિનારાની ચમકતી રેશમ જેવી રેતી, નારિયેળીના ઉંચા ઝાડ અને શાંત વાતાવરણ પ્રવાસીઓને માધવપુર બીચ ખેંચી લાવે છે.

દાંડી બીચ  દાંડી બીચ શાંત અને સુંદર ઐતિહાસિક મહત્વપૂર્ણ ધરાવતું બીચ છે. દરિયા કિનારે બીચ પર સાંજનો કુદરતી નજારો માણવા લાયક હોય છે.

તિથલ બીચ   તિથલ બીચ વલસાડમાં પ્રસાવન સ્થળ છે. દરિયા કિનારાની કાળી રેતી અને શાંત વાતાવરણ પ્રવાસીઓને શાંતિ આપે છે.

માંડવી બીચ  માંડવી બીચ કચ્છનું ફરવા લાયક પ્રખ્યાત સ્થળ છે. સોનેરી ભૂરી રેતી, સુંદર સૂર્યાસ્તનો નજારો ઐતિહાસિક કિલ્લો, દરિયામાં બોટિંગ કરવાની પ્રવાસીઓને મજા પડે છે.

પિંગ્લેશ્વર બીચ   પિંગ્લેશ્વર બીચ કચ્છમાં માંડવી નજીક આવેલું છે. બીચની નજીકમાં નલિયા પક્ષી અભયારણ્ય છે. આ બીચ એક વેટલેન્ડ તરીકે જાણીતું છે જ્યાં દર વર્ષે સ્થળાંતર કરનારા પક્ષી મહેમાન બને છે.

ડુમસ બીચ  ડુમસ બીચ સુરતના પ્રખ્યાત પ્રવાસન સ્થળ છે. કાળી રેતી અને શાંત વાતાવરણ પ્રવાસીઓનું મનમોહન મોહી લે છે.

સુવાલી બીચ  સુવાલી બીચ સુરતની શાન ગણાય છે. શહેરથી દૂર આવેલા આ બીચનું શાંત વાતાવરણ એક અલગ પ્રકારનો અનુભવ આપે છે.

ઓખા મઢી બીચ  ઓખા મઢી બીચ ભાટિયા અને દ્વારકા વચ્ચેનો અદભુત દરિયા કિનારો છે. સૂંદર સૂર્યોદય અને સૂર્યાસ્ત જોવાની પ્રવાસીઓને મજા પડે છે.

ઉભરાટ બીચ  ઉભરાટ બીચ સુરતનું સુંદર અને રમણિય બીચ છે.