માનુષી છિલ્લરના આ સિક્રેટ્સ તમે જાણો છો?

માનુષી છિલ્લરે ચીનમાં આયોજિત મિસ વર્લ્ડ ૨૦૧૭ સ્પર્ધા જીતીને ૧૭ વર્ષ પછી ભારતને આ ખિતાબ અપાવ્યો.

માનુષીના પિતા ડૉ. મિત્રા બાસુ છિલ્લર DRDOમાં વૈજ્ઞાનિક છે, તેની માતા નીલમ છિલ્લર ઇન્સ્ટિટ્યૂટ ઑફ હ્યુમન બિહેવિયર એન્ડ અલાઇડ સાયન્સના વિભાગના વડા છે.

માનુષીએ પ્રખ્યાત નૃત્યાંગના રાજા અને રાધા રેડ્ડી પાસેથી કુચીપુડી નૃત્યની તાલીમ લીધી છે.

છિલ્લરે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાંથી ટ્રેનિંગ પણ લીધી છે. માનુષી કવિતા અને પેઇન્ટિંગની પણ શોખીન છે.

માનુષીનું અંગ્રેજી ખૂબ સારું છે, તે 12મા ધોરણમાં અંગ્રેજીમાં ઓલ ઈન્ડિયા CBSE ટોપર હતી.