કાર્તિક આર્યનએ તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ચંદુ ચેમ્પિયન’નું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. 15 મેના રોજ, કાર્તિક આર્યનએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મનું પોસ્ટર શેર કરીને ચાહકોને દંગ કરી દીધા છે. અભિનેતાએ 14 મેના રોજ તેના ફેન્સને જાણ કરી હતી કે ફિલ્મનું પોસ્ટર 15 મેના રોજ રિલીઝ થશે. અભિનેતાએ તેના પપી સાથેનો એક સુંદર વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયોમાં આ ગલુડિયાએ કાર્તિક આર્યનનું પોસ્ટર ફાડી નાખ્યું હતું.

આ પોસ્ટર ફાટ્યા બાદ કાર્તિક આર્યનએ કહ્યું હતું કે હવે પોસ્ટર આવતીકાલે એટલે કે આજે 15મી મેના રોજ આવશે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ માટે કાર્તિક આર્યનને ઘણી મહેનત કરી હતી. તેને 14 મહિના સુધી મરાઠી બોલી પર ધ્યાન આપ્યું હતું. આ ફિલ્મ માટે કાર્તિકે કેટલી મહેનત કરી છે તે તમે પોસ્ટરમાં તમે જોઈ શકો છો.કાર્તિક આર્યન લાલ લંગોટી પહેરીને પરસેવાથી લથબથ દોડી રહ્યો છે. આ પોસ્ટરમાં કાર્તિકાના સિક્સ પેક એબ્સ અને સ્લિમ ચહેરો પણ જોવા મળી રહ્યો છે. આ પોસ્ટર શેર કરતાં કાર્તિકે લખ્યું છે કે, ચેમ્પિયન આવી રહ્યું છે, હું મારી કારકિર્દીની અત્યાર સુધીની સૌથી પડકારજનક ફિલ્મનું પહેલું પોસ્ટર શેર કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું.

ચંદુ ચેમ્પિયન એક સ્પોર્ટ્સ બાયોગ્રાફિકલ ફિલ્મ છે, જે કબીર ખાન દ્વારા લિખિત અને નિર્દેશિત છે. આ ફિલ્મના નિર્માતા સાજિદ નડિયાદવાલા છે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન પેરાલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ મુરલીકાંત પેટકરના રોલમાં જોવા મળશે. મુરલીકાંત ભારતના પ્રથમ પેરાલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા છે. તમને જણાવી દઈએ કે, ફિલ્મ ચંદુ ચેમ્પિયન 14 જૂન 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. તે સિવાય કાર્તિકની હાલમાં અનિસ બઝમી દ્વારા નિર્દેશિત હોરર કોમેડી ફિલ્મ ‘ભૂ ભુલૈયા 3’નું શૂટિંગ ચાલી રહ્યું છે, હિટ ફ્રેન્ચાઈઝીના ત્રીજા ભાગમાં પણ વિદ્યા બાલન અને તૃપ્તિ ડિમરી મુખ્ય ભૂમિકામાં છે અને દિવાળી 2024ના અવસર પર થિયેટરોમાં આવવા માટે તૈયાર છે. તેમાંથી, કાર્તિક ડિરેક્ટર હંસલ મહેતાની અપકમિન ફિલ્મ ‘કેપ્ટન ઈન્ડિયા’ અને ડિરેક્ટર અનુરાગ બાસુની આગામી ‘આશિકી 3’માં પણ જોવા મળશે.