‘ખતરોં કે ખિલાડી 14’નું કન્ફર્મ લિસ્ટ, આ સ્ટાર્સ ખત્તરા સામે લડશે

'બિગ બોસ 17'ના વાઈલ્ડ કાર્ડ સ્પર્ધક સમર્થ જુરેલ પણ 'KKK 14'નો કન્ફર્મ્ડ કન્ટેસ્ટન્ટ બની ગયો છે

ટેલિવિઝન એક્ટ્રેસ અદિતિ શર્મા પણ આ શોમાં ભાગ લઇ રહી છે. એકટ્રેસ 'યે જાદુ હૈ જીન કા' અને 'રબ સે હૈ દુઆ' જેવા શોમાં જોવા મળી છે

ટેલિવિઝન એક્ટર ગશ્મીર મહાજાની પણ 14'માં પોતાની હિંમત બતાવવા આવી રહ્યો છે. એક્ટર છેલ્લે 'ઇમલી' શોમાં જોવા મળ્યો હતો

'ટીવી, બીવી ઔર મેં' જેવા શોમાં જોવા મળેલા એક્ટર કરણ વીર મેહરા હવે KKK 14માં સ્ટંટ કરતા જોવા મળશે

બિગ બોસ વિજેતા અને 'ભાભીજી ઘર પર હૈ' ફેમ શિલ્પા શિંદે પણ હવે ખતરો કે ખિલાડી 14માં સ્ટંટ કરશે

કપિલ શર્મા શોમાં પોતાની કોમેડિથી હસાવનાર સુમોના હવે ખત્તરો કે ખિલાડી 14માં સ્ટંટ કરતી જોવા મળશે

'છોટી સરદારની' અને બિગ બોસ ફેમ નિમૃત કૌર અહલુવાલિયાનું નામ પણ આ લિસ્ટમાં સામેલ થઇ ગયું છે

બિગ બોસ 13'નો ફર્સ્ટ રનર અપ આસીમ રિયાઝ 'ખતરો કે ખિલાડી 14'નો ભાગ બનશે

બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફની બહેન કૃષ્ણા પણ 'ખતરો કે ખિલાડી 14'થી ટીવી પર ડેબ્યૂ કરવા જઈ રહી છે

'અનુપમા'માં નેગેટિવ રોલ પ્લે કરનાર આશિષ મેહરોત્રાએ હાલમાં જ આ શોને અલવિદા કહ્યું હતું. આગામી દિવસોમાં એક્ટર રોહિત શેટ્ટીના શોમાં સ્ટંટ કરતો જોવા મળશે

'બિગ બોસ 16' ફેમ શાલીન ભનોતનું નામ પણ કન્ફર્મ થઈ ગયું છે. તેણે ઘણી સિરીયલોમાં પણ કામ કર્યું છે