ચાલુ નાંણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે બાગાયત ખાતા દ્વ્રારા ચાલતી યોજનાઓના વિવિધ ઘટકોમાં સહાય મેળવવા માટે I-Khedut Portal પર ઓનલાઇન અરજી કરેલ હોય પરંતુ જેઓએ ઓનલાઇન અરજી સાથે જરૂરી સાધનીક કાગળો નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરીએ રજૂ કરેલ ન હોય તેવા તમામ બાગાયતદાર ખેડૂતો સહાય યોજનાઓથી વંચિત રહી ન જાય તે હેતુથી ઓનલાઇન અરજીપત્રક સાથે નવા ૭-૧૨,૮-અ, આધારકાર્ડ નકલ, બેંક પાસબૂક નકલ અને રદ કરેલ ચેક, જાતિનું પ્રમાણપત્ર(અનુ. જાતિ) જેવા સાધનિક કાગળો દિન-૫ માં નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, રૂમ નં.૨૨૬-૨૨૭, તાલુકા સેવા સદન, લાલબાગ, ફોન નં:-૦૨૮૨૨-૨૪૧૨૪૦, મોરબીના સરનામે અચુક રજૂ કરવા જણાવવામાં આવે છે જેની સર્વે ખેડૂતોએ નોંધ લેવા મોરબી નાયબ બાગાયત નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે.

હવામાન ખાતાની આગાહી અનુસાર મોરબી જિલ્લામાં કમોસમી વરસાદ પડવાની સંભાવના રહેલી છે. જેને ધ્યાને લેતા નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી દ્વારા બાગાયતી પાકોની ખેતી કરતા ખેડૂત મિત્રોને તૈયાર થયેલ ફળ અને શાકભાજી ઉતારી લેવા તેમજ તૈયાર ખેત પેદાશો સલામત સ્થળે ખસેડી લેવા, ઉત્પાદન અવસ્થાના બાગાયતી પાકોનો સુરક્ષિત સંગ્રહ કરવા, બાગાયતી પાકોમાં પિયત ટાળવું તેમજ કેળ, પપૈયા દાડમ તથા જામફળ જેવા ફળ પાકોમાં ટેકા આપવા તથા થડની આજુબાજુ માટી ચઢાવવી વગેરે પગલા તાત્કાલિક લેવા જણાવવામાં આવ્યું છે.
વધુમાં બાગાયતી પાકની ખેતી કરતા ખેડૂતો મિત્રોને જણાવવાનું કે આગાહી દરમિયાન કોઈ પણ રાસાયણિક સેન્દ્રિય ખાતરો કે હોર્મોન્સના છંટકાવ કરવા નહિ, વાદળછાયું વાતાવરણ અથવા વરસાદ પછી તાત્કાલિક ભૂકી છારા જેવા રોગ લાગવાની શક્યતાઓ રહેલી છે જેના નિયંત્રણ માટે બગીચામાં અવલોકન કરતાં રહેવું અને જરૂર જણાય તો ફુગનાશક અથવા જૈવિક દવાઓનો છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે. વધુ માહિતી માટે મોરબી નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરીનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
- Teachers: શિક્ષક સંગઠને SIR દરમિયાન BLO પડકારો અંગે ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખ્યો, શિક્ષકો માટે ગૌરવની વિનંતી કરી
 - UN: દેશ નિયંત્રણ બહાર જઈ રહ્યો છે, તાત્કાલિક યુદ્ધવિરામ જરૂરી છે,” યુએનના વડાએ સુદાનમાં ચાલી રહેલા યુદ્ધ પર કહ્યું
 - China: ચીને થોરિયમમાંથી યુરેનિયમ ઉત્પન્ન કરવાની પદ્ધતિ શોધી કાઢી. ભારતને કેવી રીતે નોંધપાત્ર ફાયદો થયો છે?
 - Pakistan: ભારતને ₹૯૧ કરોડ મળ્યા, પાકિસ્તાનને કેટલા મળ્યા?
 - Mamta Banerjee: ભાજપ મતોના બળે નહીં, પણ પૈસાના બળે ચૂંટણી જીતવા માંગે છે”; મમતા બેનર્જીએ SIR સામે મોરચો ખોલ્યો
 




	