જામ્યો છે ચૂંટણીનો જંગ

લોકસભા ચૂંટણી ૨૦૨૪ના ચોથા તબક્કા માટે નવ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં ૯૬ સંસદીય મતવિસ્તારોમાં સોમવારે સવારે ૭ વાગ્યે મતદાન શરૂ થયું.

૯૬ બેઠકોમાંથી ૨૫ આંધ્ર પ્રદેશની, ૧૭ તેલંગાણાની, ૧૩ ઉત્તર પ્રદેશની અને ૧૧ મહારાષ્ટ્રની છે.

જ્યારે મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળની આઠ-આઠ, બિહારની પાંચ, ઝારખંડ અને ઓડિશાની ચાર-ચાર અને જમ્મુ-કાશ્મીરની એક બેઠક છે.

આંધ્ર પ્રદેશની રાજ્ય વિધાનસભાની તમામ ૧૭૫ બેઠકો અને ઓડિશા રાજ્ય વિધાનસભાની ૨૮ બેઠકો માટે પણ લોકસભા ચૂંટણીની સાથે જ મતદાન શરૂ થયું હતું.

ચોથા તબક્કાનું મતદાન સાંજે છ વાગ્યે પુર્ણ થશે.

આપે મુંબઈની લોકલ ટ્રેનમાં કર્યો પ્રચાર