સુપરસ્ટાર માતા-પિતાની મહાફ્લોપ દીકરી, આપી ચુકી છે 23 ફ્લોપ
ઇશા દેઓલ સુપરસ્ટાર ધર્મેન્દ્ર અને હેમા માલિનીની દીકરી છે.
ઇશા દેઓલે વર્ષ 2002માં ફિલ્મ ‘કોઇ મેરે દિલ સે પૂછે’થી ડેબ્યૂ કર્યુ હતું.
પરંતુ પહેલી જ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઉંધા માથે પટકાઇ હતી. ઇશા દેઓલે તેની બાદ પણ હાર ન માની અને સતત ફિલ્મો કરતી રહી.
ઇશા દેઓલે પોતાના કરિયરના 10 વર્ષમાં 25થી વધુ ફિલ્મોમાં કામ કર્યુ હતું. પરંતુ તેમાંથી 23 ફિલ્મોએ બોક્સ ઓફિસ પર દમ તોડી નાંખ્યો હતો.
ખાસ વાત એ છે કે 2 હિટ ફિલ્મો પણ ઇશાની સોલો હિટ ન હતી. આ બંને ફિલ્મો જ મલ્ટીસ્ટારર કાસ્ટથી ભરેલી હતી.
સ્ટાર કિડ હોવા છતાં ઇશા દેઓલ પોતાના કરિયરમાં કંઇ ખાસ કમાલ ન કરી શકી.