હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતાઓમાંના એક મિથુન ચક્રવર્તીએ 80 અને 90ના દાયકામાં પોતાના શાનદાર અભિનયથી ઈન્ડસ્ટ્રી પર રાજ કર્યું હતું. તેમણે હિન્દી સિનેમાને ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. જો કે, ઈન્ડસ્ટ્રીમાં જગ્યા બનાવી સરળ નહોતું. મિથુન ચક્રવર્તીએ તાજેતરમાં જણાવ્યું હતું કે શરૂઆતમાં કોઈ અભિનેત્રી તેની સાથે કામ કરવા માંગતી ન હતી.તેમણે જણાવ્યું કે, તે બધી એક્ટ્રેસ તેમને બી-ગ્રેડ એક્ટર માનતી હતી. તે સાથે જ તેમને સાથ આપનાર એક દિગ્ગજ અભિનેત્રીને શ્રેય આપ્યો જેના સપોર્ટના કારણે તેઓ આજે સુપરસ્ટાર બની ગયા છે.

મિથુન ચક્રવર્તીએ અભિનેત્રી મમતા શંકર સાથે ફિલ્મ ‘મૃગયા’થી ડેબ્યૂ કર્યું હતું. શરૂઆતની કારકિર્દી વિશે વાત કરતાં તેમણે કહ્યું, ‘કોઈ મોટી હિરોઈન તેની સાથે કામ કરવા તૈયાર નહોતી. કરિયરની શરૂઆતમાં કોઈ હિરોઈન તેમની સાથે કામ કરવા તૈયાર નહોતી. એક્ટ્રેસિસને લાગતું હતું હું એક નાનો કલાકાર છું. વધુમાં તેમણે જણાવ્યું કે, આ બધા વિશે વિચારીને આજે પણ દુઃખ થાય છે. આ સાથે ઘણા કલાકારો મિથુન ચક્રવર્તીને લઈને અસુરક્ષિત હતા કે એક દિવસ તે ઈન્ડસ્ટ્રીમાં મોટું નામ કમાઈ લેશે.. આ સાથે અભિનેતાએ કહ્યું કે ઝીનત અમાને જ તેની સાથે કામ કરવાનું જોખમ લીધું હતું.

મિથુન ચક્રવર્તી સાથે ડિરેક્ટર બ્રિજ સદાના ફિલ્મ ‘તકદીર’ બનાવવાનું નક્કી કર્યું અને ઝીનત અમાનને કહ્યું કે આ ફિલ્મમાં મિથુન મુખ્ય અભિનેતા હશે. તમને જણાવી દઈએ કે, મિથુન ચક્રવર્તી સાથે કામ કરવા ઝીનત અમાને નિર્દેશકને હા પાડી હતી. ત્યારે બાદ ઘણી અભિનેત્રીએએ તેમની સાથે કામ કરવાનો નિર્ણય કર્યો. મિથુન ચક્રવર્તી આજે પણ ઝીનત અમાનના આભારી છે. અભિનેતાએ ‘યાદો કી કસમ’, બાત બન ગઈ, ‘ડિસ્કો ડાંસર’, અને ‘શેરા’ જેવી ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે.