સલમાન ખાનની એક્સ-ગર્લફ્રેન્ડ સોમી અલીના અચાનક બોલ બદલાઈ ગયા છે. ગઈકાલ સુધી, બોલિવૂડ સુપરસ્ટારને છેતરપિંડી અને મારપીટ કરવાનો આરોપ લગાવનાર સોમી અલીએ હવે અભિનેતાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ફાયરિંગ અને સલમાન ખાનને મળેલી જાનથી મારી નાખવાની ધમકી વચ્ચે સોમી હવે સલમાનની સુરક્ષાને લઈને ચિંતિત છે.આટલું જ નહીં ફાયરિંગ કેસની તપાસ વચ્ચે સોમી અલીએ સલમાન ખાન વતી બિશ્નોઈ સમુદાયની માફી માંગી છે અને તેને માફ કરવાની વિનંતી કરી છે.

સોમી અલીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે 14 એપ્રિલે થયેલા ફાયરિંગ કેસમાં 5 આરોપીઓની ધરપકડ કરી છે. લોરેન્સ બિશ્નોઈ અને તેનો ભાઈ અનમોલ બિશ્નોઈનેકેસના મુખ્ય આરોપી છે અે અનમોલની ધરપકડ કરવા માટે લુકઆઉટ નોટિસ પણ જારી કરવામાં આવી છે.સોમી અલીએ વધુમાં કહ્યું, ‘હું માનું છું કે સલમાન ખાન જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે તે સમજી શકું છું. મારી પ્રાર્થનાતેની સાથે છે. હું ક્યારેય નથી ઈચ્છતી કે સલમાન ખાન કે તેના પરિવારને મારા કારણે કોઈ તકલીફ સહન કરવી પડે.

સોમીએ આગળ કહ્યું, ‘જ્યારે મારી માતા અને મને ફાયરિંગની ઘટનાની જાણ થઈ ત્યારે અમે ચોંકી ગયા. અને ભગવાનને પ્રાર્થના કરી કે સલમાનને કંઈ ન થાય. સોમી ઈન્ટરવ્યુમાં વધુમાં કહે છે કે કોઈને પણ કાયદો તોડવાનો અધિકાર નથી. તેણે કહ્યું, ‘આજે પણ મારાથી ભૂલો થાય છે. આપણે જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી ભૂલો થતી રહેશે. પરંતુ જો તમે કોઈને મારવાનો પ્રયાસ કરો છો તો તે ખોટુ છે. સોમી અલીએ સલમાન વતી બિશ્નોઈ સમુદાયની માફી પણ માંગી હતી. તેણે કહ્યું, ‘જો સલમાને કોઈ ભૂલ કરી હોય તો હું તેના વતી માફી માંગુ છું, કૃપા કરીને તેને માફ કરો.જો કોઈને ન્યાય જોઈતો હોય કોર્ટનો સંપર્ક કરવો જોઈએ. મને અમેરિકાની જેમ જ ભારતની ન્યાય પ્રણાલી અને વકીલોમાં પૂરો વિશ્વાસ છે.હું બિશ્નોઈ સમુદાયને અપીલ કરું છું કે તેઓ સલમાન ખાનને નુકસાન ન પહોંચાડે.હરણ પાછું નહિ આવે. મારી સાથે જે થયું તે બદલી શકાતું નથી, જે વીતી ગયુ છે તે ભૂતકાળ હતો.

મહત્વનું છે કે, સોમી અલીએ 90ના દાયકામાં બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. હવે તે ઈન્ડસ્ટ્રીથી દૂર છે. તે માનવ તસ્કરી અને ઘરેલું હિંસા વિશે જાગૃતિ લાવવા માટે ‘નો મોર ટિયર્સ’ નામની એનજીઓ ચલાવે છે.’હિન્દુસ્તાન ટાઈમ્સ’ને આપેલા ઈન્ટરવ્યુમાં સોમીએ સલમાનના ઘરની બહાર ફાયરિંગની ઘટના બાદ અભિનેતાની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી છે.તેણે કહ્યું, ‘સલમાન સાથેના બ્રેકઅપ પછી હું 24 વર્ષની હતી ત્યારે અમેરિકા આવી ગઈ હતી.