તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવનાર ગુરુચરણ સિંહનો હજુ સુધી ગાયબ છે. ગુરચરણ સિંહ 22 એપ્રિલથી લાપતા છે. તેના ગુમ થવાનું રહસ્ય વધુને વધુ જટિલ બની રહ્યું છે. હવે આ મામલામાં દિલ્હી પોલીસે એક સનસનીખેજ ખુલાસો કર્યો છે. ગુરુચરણ સિંહના ઘણા બધા બેંક અકાઉન્ટ હતા અને પૈસાની તંગી હોવા છતાં ગુરુચરણ સિંહ ક્રેડિટ કાર્ડનો ઉપરયોગ કરતો હતો. જેના પછી તે ગુમ થઈ ગયો હતો અને તેના પછી સ્પેશિયલ સેલે તે સમયે મામલાની તપાસ શરૂ કરી હતી. 50 વર્ષના ગુરુચરણ સિંહને દિલ્હીમાં પોતાના માતા-પિતાને મળ્યા પછી મુંબઈ જવાનું હતું. તેના પછી તે એરપોર્ટથી ગુમ છે.

દિલ્હી પોલીસે ખુલાસો કર્યો છે કે ગુરુચરણ સિંહ 10 થી વધુ બેંક એકાઉન્ટ્સ ઓપરેટ કરી રહ્યો હતો. એક અહેવાલમાં સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં, ગુરુચરણે ઘણા બેંક એકાઉન્ટ્સ મેન્ટેન કરી રાખ્યા હતા. જયારે એક અન્ય અહેવાલ અનુસાર, ગુરુચરણ સિંહના એક કરતા વધુ જીમેલ એકાઉન્ટ હોવાનું પણ જાણવા મળ્યું છે. રિપોર્ટ્સના અનુસાર, તેણે તેના ક્રેડિટ કાર્ડમાંથી રોકડ ઉપાડીને બીજા કાર્ડનાં બેલેન્સની ચુકવણી કરી હતી. ગુરુચરણ સિંહે છેલ્લે એટીએમમાંથી 14 હજાર રૂપિયા ઉપાડ્યા હતા. તપાસ દરમિયાન ગુરચરણ સિંહના મિત્રોએ પોલીસને જણાવ્યું હતું કે અભિનેતાનો ધર્મ ઝુકાવ વધી રહ્યો હતો અને તેણે પહાડો પર જવાની વાત કરી હતી.

પોલીસ સૂત્રના અનુસાર, ગુરુચરણ સિંહ 22 એપ્રિલથી લાપતા છે અને હજુ સુધી તેમનો કોઈ પત્તો મળ્યો નથી. ગુરુચરણ સિંહ 22 એપ્રિલે મુંબઈ પહોંચવાના હતા, જે વ્યક્તિ તેમને રિસીવ કરવાના હતા તેને પણ ગેરમાર્ગે દોરવામાં આવ્યો હતો. હાલ પોલીસ આ કેસની સતત તપાસ કરી રહી છે.