મનોજ બાજપેયી આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ ‘ભૈયાજી’ને લઈને ચર્ચામાં છે.તાજેતરમાં જ અભિનેતાની ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. મનોજ તેની બહુમુખી પ્રતિભા માટે ફેમસ છે. ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં અભિનેતાએ કેટલીક રસપ્રદ જાણકારી શેર કરી છે. તેની સાથે જ યુપી-બિહારના લોકોની મજાક ઉડાવતા લોકો પર કટાક્ષ કરી છે.’ભૈયાજી’ મનોજ બાજપેયીની 100મી ફિલ્મ છે. તેથી મનોજ બાજપેયીના ફેન્સ આ ફિલ્મની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે.અભિનેતાએ કહ્યું કે, દરેક રાજ્ય પોતાની ભાષા માટે ફેમસ હોય છે. તેથી કોઈની પણ બોલીની મજાક ન ઉડાવી જોઈએ.
ફિલ્મના ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં મનોજને પૂછવામાં આવ્યું કે શું ફિલ્મની ટેગલાઈન ‘ભૈયા નહીં, ભૈયા જી કહો’નો કોઈ અલગ અર્થ છે? ફિલ્મ લોકોને શું મેસેજ આપવા માગે છે. આ વિશે અભિનેતાએ કહ્યું કે, કંઈકના કંઈ તો વિવાદ થવો જોઈએ. મને ખબર છે ત્યાં સુધી બિહાર, યુપી કે મધ્યપ્રદેશ કે છત્તીસગઢના મોટા શહેરોમાં લોકોને ભૈયાજી ખૂબ જ રમુજી અંદાજમાં કહેવામાં આવે છે.
અભિનેતાએ આગળ કહ્યું કે આ ભૈયાજી છે તેથી અમને લાગ્યું કે તે સારી લાઇન છે. આનો અર્થ છે મજાક ન કરો, માન આપો. માન આપો. તમારા આશીર્વાદથી ફિલ્મ ચાલશે, કદાચ ભૈયાજી.દરેક વ્યક્તિને તે કહેવાનું ગમશે.તમને જણાવી દઈએ કે, મનોજ બાજપેયીની 100મી ફિલ્મ ભૈયાજીનું ટ્રેલર ગુરુવારે મુંબઈમાં એક કાર્યક્રમમાં નિર્માતાઓ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. અપૂર્વ સિંહ કાર્કી નિર્દેશિત આ ફિલ્મમાં મનોજ બાજપેયીનો એક્શન અવતાર જોવા મળશે.