‘અર્જુન રેડ્ડી’ માટે મળેલા ફિલ્મફેર એવોર્ડની હરાજી કરી ૨૫ લાખ રૂપિયામાં વેચ્યો હતો. વિજય દેવરાકોન્ડાએ આ રકમ મુખ્યમંત્રીના રાહત ફંડમાં દાન કરી હતી.
વિજય દેવરાકોન્ડા તેની ફેશન સેન્સ માટે જાણીતો છે. અભિનેતાએ પોતાની ક્લોથિંગ લાઇન `રાઉડી વેર` શરૂ કરી છે.
ઇન્સ્ટાગ્રામ પર 5 મિલિયન ફોલોઅર્સ સુધી પહોંચનાર વિજય દેવરાકોન્ડા પ્રથમ ટોલીવુડ અભિનેતા છે. તેણે ૨૦૧૮માં જ આ અકાઉન્ટ બનાવ્યું હતું છતા મિલિયનનો માઇલસ્ટોન મેળવ્યો
અભિનય ઉપરાંત, વિજય દેવરાકોન્ડાએ ફિલ્મ `ગીથા ગોવિંદમ` માટે `વોટ ધ લાઈફ` ગીત ગાવાનો પ્રયાસ કર્યો હતો. તેને સિંગર બનવું હતું.
અભિનેતા એશિયન સિનેમાસ સાથે ભાગીદારી કરીને તેલંગાણાના મહબૂબનગરમાં મલ્ટીપ્લેક્સ `એશિયન વિજય દેવરકોંડા સિનેમાસ` (AVD)ની સહ-માલિકી ધરાવે છે.
વિજય દેવરાકોન્ડાએ એપ્રિલ ૨૦૧૯માં બિન-લાભકારી સંસ્થા `ધ દેવરાકોન્ડા ફાઉન્ડેશન`ની સ્થાપના કરી હતી.