બોલિવૂડમાં હાલમાં અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂરના બ્રેકઅપની અફવાઓએ જોર પકડ્યું છે. એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે અનન્યા પાંડે સાથે બ્રેકઅપ પછી હવે આદિત્ય રોય કપૂર સૈફ અલી ખાન અને અમૃતા સિંહની છોકરી સારા અલી ખાનને ડેટ કરી રહ્યો છે. હાલમાં સારા આદિત્યની સાથે અવારનવાર જોવા મળી રહી છે. આ દરમિયાન તેમનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બંને એક સાથે જોવા મળી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ આ વીડિયો ડાયરેક્ટર અનુરાગ બાસુની બર્થ ડે પાર્ટીનો છે. જ્યાં સારા આદિત્યની સાથે સામેલ થઈ હતી. પાર્ટીમાં બંને ડાન્સ કર્યો હતો. વીડિયોમાં ડાયરેક્ટર સ્ટાર્સને કેક ખવડાવી રહ્યા છે.વીડિયોમાં સારા અને આદિત્ય એકસાથે ઉભા જોવા મળે છે.હવે આ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર આદિત્ય-સારાના અફેરને લઈને અટકળો લગાવવામાં આવી રહી છે..

તમને જણાવી દઈએ કે સારા અલી ખાન અને આદિત્ય રોય કપૂર હાલમાં અનુરાગ બાસુની આગામી ફિલ્મ ‘મેટ્રો… ઈન દિનો’માં કામ કરી રહ્યા છે. ફિલ્મમાં પહેલી વખત તેમની જોડી જોવા મળશે. આ ફિલ્મમાં સારા-આદિત્યની સિવાય અન્ય ઘણા સ્ટાર્સ પણ જોવા મળશે. જેમાં કોંકણા સેન શર્મા, નીના ગુપ્તા, અલી ફઝલ, પંકજ ત્રિપાઠી, ફાતિમા સના શેખ અને અનુપમ ખેર જેવા સેલેબ્સનું નામ સામેલ છે. આ ફિલ્મ 13 સપ્ટેમ્બર 2024ના રોજ થિયેટર્સમાં રિલીઝ થશે.

‘મેટ્રો…ઈન દિનો’ અગાઉ ડિસેમ્બર 2023માં સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી, પરંતુ તેને 29 માર્ચ, 2024 સુધી ધકેલી દેવામાં આવી છે.. તમને જણાવી દઈએ કે, આ ક્લિપ વાયરલ થઈ છે જેમાં એક તરફ આદિત્ય અને સારા ઉભા રહેલા જોવા મળે છે. ક્લિપમાં ડાયરેક્ટર આદિના મોંમાં કેક ખવડાવતા જોવા મળી રહ્યો છે.બીજી તરફ આદિત્યએ અનન્યા પાંડે સાથે બ્રેકઅપ કરી લીધું છે. બીજી તરફ સારાની સાથે હવે આદિત્યનું નામ જોડાઈ રહ્યું છે.