MET Gala: આલિયા ભટ્ટનો દેસી લૂક

આ સાડી સબ્યસાચીએ ડિઝાઇન કરી છે.  જેના પર હેન્ડ એમ્બ્રોઇડરી કરવામાં આવી છે. 

તેમા કિંમતી સ્ટોન્સ, મણકા અને ફ્રિંજ લગાવવામાં આવી છે.  જે ૧૯૨૦ની ફ્રિન્જ શૈલીની છે.

આ સાડીમાં વિવિધ રંગો છે. આ રંગો પૃથ્વી, આકાશ અને સમુદ્ર સાથે જોડાયેલા છે,  આ રંગોનો ઉપયોગ પ્રકૃતિની સુંદરતાને શ્રદ્ધાંજલિ આપવા માટે કરવામાં આવ્યો છે

આ સુંદર સાડી ૧૬૩ લોકોએ મળીને તૈયાર કરી છે.  આ સાડીને બનાવવામાં કુલ ૧૯૬૫ કલાકનો સમય લાગ્યો હતો.

આલિયા ભટ્ટના બ્લાઉઝમાં ડબલ ફ્રિલ મેગા લેન્થ સ્લીવ્ઝ છે.  પાછળથી ઊંડું વી નૅક છે અને છેડે એક સુંદર બૉ બનાવવામાં આવ્યું છે.

મેસી હાઇ બન હેયરસ્ટાઇલ સાથે ગ્લોઇંગ તેમજ સિમ્પલ મેકઅપ સાથે આલિયા ભટ્ટે લૂક કમ્પલિટ કર્યો હતો.