છેલ્લા ઘણા દિવસોથી દિલ્હી એનસીઆરની 100 થી વધુ શાળાઓને બોમ્બની ધમકી મળી હતી. જે બાદ વહીવટીતંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. હવે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદની 7 થી વધુ શાળાઓને ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મળી છે. અમદાવાદ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ મામલે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.

છેલ્લા ઘણા દિવસોથી દિલ્હી એનસીઆરની 100 થી વધુ શાળાઓને બોમ્બની ધમકી મળી હતી. જે બાદ વહીવટીતંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. આ સાથે જ હવે મળતી માહિતી મુજબ અમદાવાદની 7થી વધુ શાળાઓને ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મળી છે. અમદાવાદ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ મામલે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.

આ સ્કૂલોને મળ્યા છે ઇ-મેઈલ

1. ઓએનજીસી કેન્દ્રીય વિદ્યાલય ચાંદખેડા ઝોન- 2 2. એશિયા ઈંગ્લિશ સ્કૂલ વસ્ત્રાપુર ઝોન- 1 ૩. અમૃતા વિદ્યાલય ઘાટલોડિયા ઝોન- 1 4. કેલોરેક્ષ સ્કૂલ ઘાટલોડિયા ઝોન- 1 5. ન્યૂ નોબલ સ્કૂલ વ્યાસવાડી, નરોડા 6. ડી.પી.એસ, બોપલ 7. આનંદ નિકેતન, બોપલ 8. ઉદગમ સ્કૂલ,9. ઝેબર સ્કૂલ

હાલ અમે તપાસ કરી રહ્યા છીએઃ DCP આ અંગે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અજિત રાજિયાણે જણાવ્યું હતું કે, 7 જેટલી સ્કૂલને ઇ-મેઈલથી ધમકી મળી છે. હાલ અમે તપાસ કરી રહ્યા છીએ. truemail.io ચેક કરતા આ ધમકીભર્યો ઇ-મેઈલ ફેક ઇ-મેઈલથી આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, truemail.io એક વેરિફાય પ્લેટફોર્મ છે. જેમ ટ્રુ કોલર મોબાઈલમાં સામે વાળાના નંબરની જાણકારી તમે છે, તેમ truemail.io ઇ-મેઈલ એડ્રેસ કોનું છે, તેની માહિતી આપે છે.

તમને જણાવી દઈએ કે, દિલ્હીની સ્કૂલોને આ પ્રકારના ધમકીભર્યા ઇ-મેઈલ વારંવાર મોકલવામાં આવ્યા છે. ફેબ્રુઆરી મહિનામાં, દિલ્હીના આરકેપુરમ સ્થિત ડીપીએસ સ્કૂલના પ્રિન્સિપાલને આવો જ એક ઇ-મેઈલ મોકલવામાં આવ્યો હતો. ફેબ્રુઆરીમાં સાકેતની એમિટી સ્કૂલને પણ આવો જ ઇ-મેઈલ મોકલવામાં આવ્યો હતો. આ ઇ-મેઈલમાં સ્કૂલ પાસેથી પૈસા પણ માગવામાં આવ્યા હતા.