મોરબી તાલુકાના માણેકવાડા ગામની સરકારી પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળ સંસદ એટલે બાળકોની બાળકો દ્વારા અને બાળકો માટે ચાલતી સંસદ કે જેમાં બાળકો શાળા અને વર્ગખંડના નીતિ નિયમો ઘડવામાં સક્રિય બની ભાગ લે તેમજ શાળાના વ્યવસ્થાપનમાં, વિકાસમાં, સુધર્મા અને નિર્ણય પ્રક્રિયામાં ભાગીદારી રાખે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે.

બાળ સંસદ ચૂંટણી માટે શાળા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જે મુજબ ધોરણ 3 થી 8ના બાળકોએ ઉમેદવાર તરીકે નામાંકન કરી ઉમેદવારી નોંધાવી હતી. ચૂંટણી પ્રક્રિયા માટે પ્રમુખ અધિકારી, પોલિંગ સ્ટાફ, સુરક્ષા કર્મચારી, સહાયક તેમજ મતદાન એજન્ટની વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી હતી. શાળાના ધો. 3 થી 8ના તમામ બાળકોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું અને બાળકોમાંથી સૌથી વધુ મત મેળવેલા આઠ બાળકોને ચૂંટાયેલા પ્રતિનિધિ જાહેર કરવામાં આવ્યા હતાં.
સમગ્ર પ્રક્રિયાનું આયોજન શાળાના શિક્ષક જીજ્ઞેશભાઈ સાણંદિયા દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના સૌ શિક્ષકોએ સહયોગ આપ્યો હતો. આ તકે શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે, બાળ સંસદ રચના અને તેની પસંદગીની પ્રક્રિયા આવતીકાલના નાગરિક તરીકે બાળકોમાં દૃષ્ટિ અને દિશા માટે પ્રેરક રહેશે.. તેમજ આગામી લોકસભા ચૂંટણી પર્વમાં 100 ટકા મતદાન માટે બાળકો પોતાના પરિવારને સંદેશ આપશે.

- Thailand: શું શિનાવાત્રા પછી થાઈલેન્ડમાં ગાંજાને કાયદેસર બનાવનાર ઉદ્યોગપતિ નવા વડા પ્રધાન બનશે?
- See Video : રણુજા લોકમેળામાં સાંસદ પૂનમબેન માડમ પર ડોલરની વરસાદ
- Gujarat: વસ્તી ગણતરીમાં 891 સિંહ અને 7,672 જંગલી ગધેડા મળી આવ્યા, જૈવવિવિધતામાં રાજ્ય અગ્રેસર
- Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીના બોટની વિભાગમાં તોડફોડ, સુરક્ષા વ્યવસ્થા સામે પ્રશ્નાર્થ
- Gujarat: સરકારે ફ્યુઅલ સરચાર્જ ઘટાડતાં વીજળી બિલમાં રાહત, 1.75 કરોડ ગ્રાહકોને ફાયદો થશે