Surat: સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલી હોજીવાલા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી ગારમેન્ટ ફેક્ટરીમાં આજે (18 નવેમ્બર) ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ ઝડપથી ફેક્ટરીના ચોથા માળે ફેલાઈ ગઈ હતી. ભીષણ આગથી કર્મચારીઓ અને આસપાસના લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.
હોજીવાલા રોડ પર આવેલી કાપડની ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.
આગની માહિતી મળતા જ ફાયર વિભાગના 5 ફાયર ફાયટર સહિતની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવાની કામગીરી શરૂ કરી હતી. બીજી તરફ ઔદ્યોગિક એકમમાં લાગેલી આગને પગલે સ્થાનિક વહીવટી તંત્ર પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. ભીષણ આગના કારણે આસપાસના રહીશો અને ઉદ્યોગપતિઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
આગ ચાર માળ સુધી ફેલાઈ હોવાથી પાંચ ફાયર ફાઈટર ઘટના સ્થળે હાજર છે.
પ્રાથમિક અહેવાલ મુજબ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી. આગને જોતા જ ભેસ્તાન, ઉન અને ઉધના ફાયર સ્ટેશનના 5 ફાયર ટેન્ડર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સદનસીબે આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાની થઈ નથી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસે આસપાસના વિસ્તારને ખાલી કરાવીને ટ્રાફિક કંટ્રોલ ઓપરેશન શરૂ કરી દીધું છે.
સુરત સ્થિત આ ઔદ્યોગિક કંપનીમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. હાલ ફાયર વિભાગની ટીમ આગ પર કાબૂ મેળવવા કામે લાગી છે.
Send feedback




