ટીવી અભિનેત્રી અદા ખાને ગોલ્ડન ટ્રાન્સપરન્ટ સાડીમાં કરાવેલું ફોટોશૂટ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.
સાડીમાં અલગ-અલગ પોઝ આપતી અદાની તસવીરો ચાહકોનું ધ્યાન ખેંચી રહી છે.
અદા ખાન અભિનય ક્ષેત્રમાં આવતાં પહેલાં કોલ સેન્ટરમાં નોકરી કરતી હતી.
વર્ષ 2009માં 'પાલમપુર એક્સપ્રેસ' સિરિયલથી અદાએ ટેલિવિઝન ક્ષેત્રે શરૂઆત કરી હતી.
ટીવી અને ફિલ્મોમાં કામ કરીને અદાએ મનોરંજન જગતમાં પોતાની ઓળખ બનાવી છે.