Kayanat Ansari opens front against NTPC: આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ડૉ.કાયનાત અંસારી આથાએ જણાવ્યું હતું કે, બે દિવસ પહેલાં ફૂલાય જૂથ ગ્રામ પંચાયતના 11 ગામના લોકોની સતત વિનંતી પર હું ત્યાં વિઝિટ ગઈ હતી. ત્યાં જઈને ખબર પડી કે ત્યાં માલધારીઓની વસ્તી ખૂબ જ વધારે છે અને એનટીપીસી કંપની ત્યાં સોલર પ્રોજેક્ટ નાખી રહી છે, જ્યાં ગ્રામ્યજનોના જણાવ્યા મુજબ અમુક વિસ્તારમાં કંપની દ્વારા મંજુરી વગર કામગીરી ચાલી રહી છે અને તેમણે આખું ગ્રાઉન્ડ કે જ્યાં વેજીટેશન હતી અને માલધારી પશુ ચરાવતા હતા તે બધું ક્લિયર કરી દીધું છે, તેમજ પહાડો કાપી નાખ્યા છે. મોમાનપુરા કરીને એક તળાવ હતું, તેને બંધ કરીને તેની વચ્ચેથી રોડ કાઢી નાખવામાં આવ્યો છે અને સમજવા જેવી વાત એ છે કે દુષ્કાળ જેવી સ્થિતિમાં જ્યાં પશુપાલકો પલાયન કરી રહ્યા છે, પશુઓને ખાવા-પીવા માટે ચારાની વ્યવસ્થા નથી અને પશુઓ મરી રહ્યા છે, ત્યારે તળાવ બંધ કરી દેવું એ પશુપાલકો માટે ખૂબ મોટી વાત છે. જ્યારે અમે સાઇટ પર હતા ત્યારે કંપનીના કેટલાક અધિકારીઓ રસ્તામાં મળ્યા અને તેમણે કહ્યું કે મેમ પ્લીઝ ઓફિસ આવો આપણે ત્યાં વાત કરીએ, અને અમારો સવાલ માત્ર એટલો હતો કે નેચરલ કન્ઝર્વ્સ, તળાવ અને પહાડોને ડિસ્ટ્રોય કરવાની પરવાનગી કયા ડિપાર્ટમેન્ટે આપી છે અને તેમની પાસે શું પેપર છે?

’આપ’ નેતા ડૉ.કાયનાત અંસારી આથાએ વધુમાં જણાવ્યુ હતુ કે તે પરવાનગી માંગતા અમે મ્યુચ્યુઅલી એગ્રી થયા કે પરમિશનના પેપર્સ એક-બે દિવસમાં એટલે કે આજે શનિવાર-રવિવાર રજા છે એટલે સોમવારે મોકલી દઈશું અને પછી કામ શરૂ કરીશું, પરંતુ બીજા દિવસે કંપનીએ ત્યાંના કેટલાક સ્થાનિકો ઉપર નિરોણાપોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરાવી દીધી કે મેં ત્યાં ક્રિમિનલ ટ્રેસપાસ કર્યું છે, અનલોફુલ એસેમ્બલી કરી છે અને અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કર્યો છે. મારી વારંવાર ટૂર કરવાથી એક વાત ખૂબ ક્લિયર થઈ ગઈ છે કે ઘણી બધી કંપનીઓ ઘણી બધી લેન્ડ્સ પર ગેરકાયદેસર રીતે કામ કરી રહી છે, જો તમારું કામ લીગલ હોય તો કોઈ મુશ્કેલી ન હોવી જોઈએ, પરંતુ જો કામ ગેરકાયદે હશે તો તે કામ ચોક્કસપણે બંધ જ કરાવવામાં આવશે અને સ્થાનિકો પર જ્યારે પણ અત્યાચાર થશે ત્યારે આમ આદમી પાર્ટી હંમેશાં તેમની સાથે મજબૂતાઈથી ઊભી રહેશે.