Air India: કોલકાતાથી મુંબઈ જતી એર ઈન્ડિયાની એક ફ્લાઈટમાં ઉડાન ભરતા પહેલા હાઈજેકની ધમકી મળી હતી. ત્યારબાદ વિમાનને ‘આઈસોલેશન બે’ (સુરક્ષિત અલગ જગ્યા) પર ખસેડવામાં આવ્યું હતું અને સુરક્ષા એજન્સીઓએ ‘સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર’ (SOP) મુજબ તપાસ શરૂ કરી દીધી છે.
બુધવારે સવારે કોલકાતાથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં હાઈજેકની ચેતવણી મળતા ખળભળાટ મચી ગયો હતો. વિમાન ઉડાન ભરે તે પહેલાં જ, તેના એક શૌચાલયના અરીસા પર હાઈજેકની ધમકી આપતો સંદેશ લખેલો મળી આવ્યો હતો. વિમાનને તાત્કાલિક ‘આઈસોલેશન બે’ પર ખસેડવામાં આવ્યું અને તેમાં સવાર તમામ ૧૪૭ મુસાફરો તથા ક્રૂ સભ્યોને નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. સુરક્ષા એજન્સીઓએ નિર્ધારિત સુરક્ષા પ્રક્રિયાઓ (SOP) અનુસરીને તપાસ શરૂ કરી છે.
અહેવાલો અનુસાર, આ ઘટના બુધવારે સવારે લગભગ ૧૦:૨૦ વાગ્યે બની હતી. એર ઈન્ડિયાની ફ્લાઈટ AI 772 મુંબઈ જવા માટે રવાના થવાની તૈયારીમાં હતી, ત્યારે કેબિન ક્રૂના સભ્યોને શૌચાલયના અરીસા પર હાઈજેક અંગેની ચેતવણી લખેલી જોવા મળી. પ્રાથમિક માહિતી મુજબ, આ સંદેશ લિપસ્ટિક વડે લખવામાં આવ્યો હતો. આ બાબત ધ્યાનમાં આવતા જ સુરક્ષા એલર્ટ જાહેર કરવામાં આવ્યું અને વિમાનને ‘આઈસોલેશન બે’ પર ખસેડવામાં આવ્યું.
શૌચાલયના અરીસા પર હાઈજેક અંગેનો સંદેશ મળ્યો
જ્યારે ફ્લાઈટ AI 772 ના પાઈલટો ઉડાન ભરવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે કેબિન ક્રૂના સભ્યોએ શૌચાલયના અરીસા પર લખેલો સંદેશ જોયો. પાઈલટો અને ક્રૂ સભ્યોએ તાત્કાલિક સંબંધિત સત્તાવાળાઓને જાણ કરી. સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરતા, વિમાનને ઉડાન ભરતા અટકાવી દેવામાં આવ્યું.
માપુસા પોલીસ ઈન્સ્પેક્ટર અનંત ગાંવકરે જણાવ્યું હતું કે, કોલકાતાથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ઉડાન ભરતા થોડા સમય પહેલા જ હાઈજેકની ધમકી મળી હતી. ત્યારબાદ વિમાનને ‘આઈસોલેશન બે’ પર ખસેડવામાં આવ્યું. સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને SOP મુજબ તપાસ શરૂ કરી હતી. તમામ મુસાફરો અને ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે વિમાનમાંથી નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. તપાસ હાથ ધરવા માટે સુરક્ષાકર્મીઓ, ફાયર બ્રિગેડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને તૈનાત કરવામાં આવ્યા હતા.
વિમાનમાં કુલ ૧૪૭ મુસાફરો સવાર હતા. ચેતવણી મળ્યા બાદ, તમામ મુસાફરો અને ક્રૂ સભ્યોને નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ વિમાનને એક અલગ ‘આઈસોલેશન બે’ પર ખસેડવામાં આવ્યું, જ્યાં તેની તપાસ શરૂ કરવામાં આવી. સુરક્ષા એજન્સીઓ, ફાયર બ્રિગેડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને તપાસની જવાબદારી સોંપવામાં આવી હતી. હાલમાં, આ ધમકીની ગંભીરતા નક્કી કરવા અને સંદેશ લખનાર વ્યક્તિની ઓળખ કરવા માટે તપાસ ચાલી રહી છે. વિમાનના શૌચાલયમાં હાઈજેકિંગને લગતો સંદેશ કોણે લખ્યો તે હજુ સ્પષ્ટ નથી, તેમજ તેની પાછળનો ઉદ્દેશ્ય પણ જાણી શકાયો નથી. સુરક્ષા તપાસ પૂર્ણ થયા બાદ જ પરિસ્થિતિ સ્પષ્ટ થશે.




